જામનગરના પીએન માર્ગ પર દુકાને પાન ખાવા ગયેલા યુવાન સાથે ૩ ઇસમોએ બોલાચાલી કર્યા બાદ પાઇપ અને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.
જામનગરના ગાંધીનગર ખોડીયાર પ્રસંગ હોલની બાજુમાં રહેતા દિવ્યરાજસિંહ સમરસિંહ ચાવડા (ઉ.વ.૨૪) નામનો યુવાન ગઇકાલે પી.એન. માર્ગ પર દુકાને પાન-મસાલો ખાવા ગયો હતો ત્યારે આરોપી દિપક ત્યાં હાજર હોય દરમ્યાન અન્ય બે શખ્સોને બોલાવી લીધા હતા અને ત્રણેય શખ્સોએ ફરીયાદી સાથે બોલાચાલી કરી હતી.
દરમ્યાનમાં બોલાચાલી કરવાની ના પાડતા શખ્સોએ અપશબ્દો કહી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો તેમજ પાઇપ વડે માથાની પાછળના ભાગે એક ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી ઢીકાપાટુનો માર મારીને એકબીજાને મદદગારી કરી હતી. દિવ્યરાજસિંહ દ્વારા આ બનાવ અંગે દિપક દિલીપભાઇ તથા બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી હતી.