કંડલામાં અજાણ્યા વાહને અડફેટે યુવાનનું મોત

  • March 19, 2021 09:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંજારમાં દુકાનમાં કામ કરતો યુવાન નીચે પટકતા મૃત્યુ યારે મુન્દ્રાના દરિયાકાંઠે ડૂબી જવાથી બાળકનું મોત

 

કંડલા ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજયું હતું.યારે અંજારમાં દુકાનમાં કામ કરતા યુવાન નીચે પટકાતા તેનું મૃત્યુ નીપજયું હતું તેમજ મુન્દ્રામાં દરીયામા ડૂબી જતા એક બાળકનું મૃત્યુ નિપજયું છે

 


આ બનાવની મળતી વિગતો મુજબ ગાંધીધામથી બાઇક નંબર જીજે ૧૨ ઈજી ૪૩૨૨ લઈને જતા યુવાનને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા યુવાન હત્પસેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેનું મૃત્યુ નીપયું હતુ યારે બાઇક પર સવાર અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 


યારે બીજા બનાવમાં અંજારના ખત્રી ચોકમાં આવેલ દુકાનમાં સાબરકુમાર નામનો યુવાન કામ કરી રહૃાો હતો ત્યારે છત પરથી નીચે ઉતરવા નીચે પટકાયો હતો જેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યેા હતો

 


તેમજ મુન્દ્રા દરિયાકાંઠે પણ એક અપમૃત્યુના બનાવ બન્યો હતો જેમાં બંદર વિસ્તારમાં રહેતા માછીમાર પરિવારના એક બાળક દરિયાકાંઠે રમતું હતું ત્યારે ડૂબી જતા તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાણવા મળે છે વધુ મળતી વિગતો મુજબ માછીમાર પરિવારના બાળક તૌફીક દરિયાકાંઠે રમતો હતો ત્યારે અચાનક પાણીમાં ગરકાવ થઇ જતા તેનું મૃત્યુ નીપજયું હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS