પડધરી નજીક રાત્રીના ટ્રકે બાઇકને પાછળથી ઠોકર મારતા યુવાનનું મોત

  • March 16, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કંપની તરફથી જમણવાર હોઈ યુવાન મિત્ર સાથે અહીંથી ઘરે પરત ફરી રહ્યો હતો


પધડરી પાસે ટ્રકે બાઇકને પાછળથી ઠોકરે લેતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઈજા થવા સબબ મોત થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


બનાવની જાણવા મળતી વિગતો મુજબ તા.12/3 ના રાત્રિના પડધરીથી એક કિલોમીટર દૂર અલખ ધણી પેટ્રોલ પંપ પાસે ટ્રક નંબર જીજે10એક્સ5638ના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા બાઈક પાછળ બેઠેલા હાલ પડધરીમાં રહેતા મૂળ મહીસાગર જિલ્લાના વતની નટવર કિશોરભાઈ નીનામાં (ઉ.વ 26) નામના યુવાનને ગંભીર ઇજા થવા સબબ તેનું મોત થયું હતું.

 


યુવાન બે ભાઈ બે બહેનના પરિવારમાં મોટો હતો.તેને સંતાનમાં બે પુત્રો છે.યુવાન પડધરી નજીક આવેલી કંપ્નીમાં કામ કરતો હતો.કંપ્ની તરફથી પડધરી નજીક આવેલી ભારત હોટલમાં જમણવાર હોઈ યુવાન ત્યાંથી મિત્ર સાથે બાઇકમાં પરત ફરતો હતો.દરમિયાન આ ઘટના બની હતી.બનાવ અંગે યુવાનના ભાઈ સંજય નીનામાંની ફરિયાદ પરથી પડધરી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.બનાવની વધુ તપાસ પી.એસ.આઈ વી.એમ.લગારીયા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS