ખંભાળિયાના ધરારનગર વિસ્તારના રહેતા વિરમભાઈ લખમણભાઈ સરસિયા નામના ૨૨ વર્ષના યુવાન અહીં યોગેશ્વરનગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કોઈ કારણોસર તેમને માર્ગમાં અટકાવી અને રવિ પાલા, ગોવિંદ પાલા, રાજુ પાલા, અને ભાયલો વકાતર નામના ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કડા વડે ઇજાઓ કર્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.