સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ પોતાના માતા-પિતાના પણ ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્મિતે પોતાને પણ ઇજાઓ પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સ્મિતે આજરોજ ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો.
માતા હજુ પણ ICUમાં સારવાર હેઠળ
હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સ્મિત દ્વારા કાચથી ગળું કાપવામાં આવ્યું છે. ગળા પર થોડો ઊંડો ઘા લાગ્યો છે. જો કે તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ તો તેને સારવાર આપવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં માતા અને પિતા બંનેની પણ સારવાર કરવામાં આવી રહી હતી. પિતાની સ્થિતિ સારી થતા રજા આપી દેવામાં આવી છે. જ્યારે માતાની હાલત હજુ પણ ગંભીર હોવાથી ICUમાં સારવાર હેઠળ છે.
શું હતી ઘટના?
27 ડિસેમ્બરને શુક્રવારે વહેલી સવારે, જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા, ત્યારે આરોપી સ્મિતે રસોડામાં રાખેલી છરીથી પહેલા પોતાની પત્ની અને પછી પુત્ર પર હુમલો કર્યો હતો, જેના પરિણામે બંનેનું મોત થયું હતું. ત્યારબાદ તે પોતાની માતા અને પિતા પર પણ હુમલો કરવા પહોંચ્યો. ગળા પર છરીના ઘા ઝીંકવાથી માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. માતા ઘરની બહાર નીકળી પાડોશીઓને બોલાવ્યા, જેના કારણે પાડોશીઓ એકત્રિત થયા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરવાના નાટક સાથે પોતાની ઈજાઓને બતાવવાનું નાટક કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 'મિશન મધમાખી'એ ખેડૂતોના જીવનમાં ઉમેરી મીઠાશ
January 04, 2025 09:07 PMભારતનું પ્રથમ જનરેશન બીટા બાળક મિઝોરમમાં જન્મ્યું!
January 04, 2025 08:56 PMઇંગ્લેન્ડમાં મળી આવ્યા 200 જેટલા ડાયનાસોરના ફૂટપ્રિન્ટ્સ
January 04, 2025 08:46 PMખેલ મહાકુંભ 3.0 નો રાજકોટથી શાનદાર પ્રારંભ: મુખ્યમંત્રીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન
January 04, 2025 08:39 PMજામનગરમાં દુષ્કર્મ કેસના આરોપીના ઘર પર બુલડૉજર ફરી વળ્યુ
January 04, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech