રૂપાવટી ગામે કૌટુંબિક ઝઘડામાં યુવાનની હત્યા

  • April 15, 2021 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણને ઈજા થતા ભાવનગર હોસ્પિટલ ખસેડાયા

 

 

ગારિયાધારના પાવટી ગામે કૌટુંબિક ભાઈઓ વચ્ચે છોકરાઓને ઠપકો આપવા જેવી બાબતે ઉગ્ર સ્વપ ધારણ કરતા લોહિયાળ ખેલ ખેલાયો હતો જેમાં એક ભાઈનું મોત અને ત્રણને ઈજા થતા ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે નાના એવા પાવટી ગામમાં અરેરીટા પ્રસરી ગઈ હતી.

 

 


ગારિયાધાર તાલુકાના પાવટી ગામે બનેલી ઘટનામા પરિવારના છોકરાઓ વચ્ચેની રકઝક બાદ ઠપકો આપવા ગયા તે દરમ્યાન મારામારી સર્જાતા રમેશભાઈ ગીગાભાઈ ઉનાવા(ઉ.વ. 40)નું મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઈ ગોરધનભાઈ ઉનાવા, કૌશિકભાઈ રમેશભાઈ ઉનાવા, કનુભાઈ ગોરધનભાઈ ઉનાવાને વધુ સારવારઅર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 


ઘટનાની જાણ થતા ગારિયાધાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ગારિયાધાર પીએસઆઈ ધ્રાંગુએ જણાવ્યું હતું કે, પરિવારના છોકરાઓ વચ્ચેની સામાન્ય રકઝકમાં ઠપકો આપવા જતા ઝઘડાએ ઉગ્ર સ્વપ ધારણ કર્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS