મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા યુવાનને પાડોશી શખસે છરીના ઘા ઝીંકી દીધા

  • April 27, 2021 02:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના પારેવડી ચોક પાસે આવેલા મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા યુવાન અને પાડોશી શકશે છરીના ઘા ઝીંકી દઇ લાકડી વડે માર માર્યો હતો. અગાઉ ઉછીના આપેલા પૈસા બાબતે બોલાચાલી થયા બાદ આ બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે મહિલા સહિત ચાર શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 


બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટ શેરી નંબર 2 માં રહેતા પરેશભાઈ ઇશ્વરભાઇ મકવાણા (ઉ.વ 33) દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા આનંદ પ્રવીણભાઈ મકવાણા, પ્રવીણ મંગાભાઈ મકવાણા, જયાબેન પ્રવીણભાઈ મકવાણા અને પોપટ મકવાણાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની પત્ની પાસેથી આરોપી જયાબેનને ઉછીના પૈસા લીધા હોય જે બાબતે ફરિયાદી પરેશભાઇને આરોપીઓ સાથે ગત તા 24/4/ 2021 બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓએ એકત્ર થઈ ફરિયાદી પરેશભાઈને ગાળો આપી આપી હતી દરમિયાન આનંદે પરેશભાઇને પેટ તથા થાપાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.

 

 

જયાબેનને લાકડી વડે માર માર્યો હતો તેમજ પ્રવીણ અને પોપટે ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવ અંગે પરેશભાઈની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે આઈપીસીની કલમ 326, 323, 504, 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વધુ તપાસ પી.એસ.આઇ એચ.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS