રૈયા ગામમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

  • July 26, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ આણંદના યુવાનને એકતરફી પ્રેમમાં નિષ્ફળતા મળતા પગલું ભરી લીધું હોવાનું અનુમાન

 


રાજકોટના રૈયા ગામમાં ભાડાના મકાનમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવકને એક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળતાં આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસના અંતે જાણવા મળ્યું હતું.

 


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રૈયામાં અંજલી ડેરી પાસે ભાડાના મકાનમાં રહેતા અશિયન ઉર્ફે આકાશ દિનેશભાઈ મકવાણા(ઉ.વ ૨૪) નામના યુવાને ગઈકાલ રાત્રિના પોતાના મમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન મકાનમાલિક યુવકનો લટકતો જોઈ જતા તેની માતાને અને બાદમાં પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ અજયસિંહ ચુડાસમાએ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.

 


પોલીસે જણાવ્યું હતું કે,આપઘાત કરી લેનાર યુવક મૂળ આણંદનો વતની છે ચારેક માસ પૂર્વે જ યુવક અને તેની માતા તથા બહેન અહીં ભાડાના મકાનમાં રહેવા માટે આવ્યા હતા. યુવાન કડિયા કામ કરતો હોવાનું માલુમ પડું છે. યુવકને એક તરફી પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેના આઘાતમાં તેણે આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS