રાજકોટમાં યાર્ડ નજીક મંછાનગરમાં રહેતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા ફાંસો ખાધો

  • March 04, 2021 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેડી વાછકપરમાં રહેતા વૃદ્ધએ બીમારીથી કંટાળી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો

 


શહેરમાં જુના માર્કેટિંગ યાર્ડ નજીક મંછાનગરમાં રહેતા 35 વર્ષીય યુવાને પત્ની સાથે બોલાચાલી થતાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસે મંછાનગરમાં રહેતા વિજય દલસુખભાઈ સોલંકી (ઉ.વ 35) નામના યુવાને રાત્રીના પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા 108 ની ટીમ બાદમાં બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વી.કે સોલંકી અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.આપઘાત કરનાર યુવાન છૂટક મજૂરીનું કામ કરતો હતો તેને સંતાનમાં એક દીકરી છે. પત્ની ટીવીના કવર સહિતની વસ્તુઓનો વેપાર કરે છે તે હાલ કામ સબબ સુરત ગઈ હતી.

 


આપઘાતના કારણ અંગે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, યુવાનને દારૂ પીવાની કુટેવ હોય આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતનું માઠું લાગી જતા આ પગલું ભરી લીધું હતું. આપઘાતના અન્ય એક બનાવમાં બેડી વાછકપર ગામે રહેતા બચુભાઈ લીંબાભાઇ ચંદ્રાલા (ઉ.વ 85) નામના વૃદ્ધએ ગામની સીમમાં આવેલી વાડીએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા અહીંથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, મારી બંને કિડની ફેઈલ થઈ ગઈ હોય જેનાથી કંટાળી આ પગલું ભરૂ છું બીજા કોઈનો વાંક નથી. વધુમાં જાણવા મળેલી વિગત મુજબ વૃદ્ધ નિત્યક્રમ મુજબ લાકડીના ટેકે ગામની સીમમાં આવેલી વાડીએ જતા હતા દરમિયાન ગઇકાલે પરત ન ફરતા તેમની શોધખોળ કરતાં મૃતદેહ મળી આવ્યો હતો તેઓને લાંબા સમયથી ખંજવાળ ની પણ બીમારી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS