ખંભાળિયા: કલ્યાણપુર નજીક ટ્રક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
ખંભાળિયા: કલ્યાણપુર નજીક ટ્રક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
June 20, 2026 04:47 PM
ખંભાળિયા: કલ્યાણપુર નજીક ટ્રક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ
રોડની બાજુમાં પલ્ટી ખાઇ જતા બનેલો બનાવ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા ભરતભાઈ જીવાભાઈ કણજારીયા નામના ૩૮ વર્ષના સતવારા યુવાન ગત તારીખ ૧૮ જૂનના રોજ રાત્રિના સમયે તેમના જી.જે. ૩૭ ટી. ૬૭૩૦ નંબરના ટ્રકમાં બેસીને જઈ રહ્યા હતા. ત્યારે નજીકના હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા આ ટ્રકના ચાલક ભરતભાઈ કણજારીયાનો ટ્રક રોડની એક બાજુ પલટી ખાઈ જતા ભરતભાઈને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકના મોટાભાઈ દિનેશભાઈ જીવાભાઈ કણજારીયા (ઉ.વ. ૩૯) ની ફરિયાદ પરથી મૃતક ટ્રકના ચાલક ભરતભાઈ જીવાભાઈ કણજારીયા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.