સુરતમાં એક યુવક ગલેમંડી પાસે બાઈક પર જતો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરીથી તેનું ગળુ કપાયું હતું. આથી તે લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જો કે, આજુબાજુમાંથી લોકો દોડી આવી તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, તેને 20 ટાંકા લઈ સર્જરી કરવામાં આવી હતી.
રાજ્યમાં દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી વડે મોત નિપજવાના કિસ્સા શરૂ થઇ ગયા છે. જેમાં તાજેતરમાં સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવકનું મોત નિપજ્યું હતું. સુરત જિલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું છે. કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી. જેમાં શૈલેષ વસાવા પોતાની પત્ની સાથે જઇ રહ્યો હતો. જે દરમિયાન ચાઇનીઝ દોરી તેના ગળામાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સુરતમાં પોલીસે હાથધર્યુ ચાઈનીઝ દોરીનું ચેકિંગ
ઉતરાયણ પર્વને પગલે સુરત શહેરમાં દોરી અને પતંગનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પતંગ દોરા માટે સૌથી જાણીતા માર્કેટ એવા વિસ્તારમાં ભાગળ ડબગરવાડમાં લાલગેટ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થાય છે કે કેમ? તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમો દ્વારા એક-એક દુકાનોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાનના બંદર પર શેના કારણે થયો ધમાકો? વિસ્ફોટમાં 20થી વધુના મોત અને 750 ઘાયલ
April 27, 2025 06:53 PMન વિદેશ ભણવા જઈ રહ્યા ન ફરવા... એવું શું થયું કે ભારતીયોએ ઓછુ કરી દિધુ વિદેશ પૈસા મોકલવાનું
April 27, 2025 06:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech