હળવદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે આપઘાત કર્યો: મૃતદેહ સ્વીકારવાનો પત્નીનો ઇનકાર

  • September 03, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદની રઘુનંદન સોસાયટીમાં છેલ્લા ૧૨ મહિનાી રહેતા અને ફેબ્રીકેશન નું કામ કરતા પ્રતીક બાબુભાઈ લુહાર ઉંમર વર્ષ ૪૨ વ્યાજખોરોના ત્રાસી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં  શોકનું મોજુ વ્યાપી જવા પામ્યો હતુ. જ્યાં સુધી વ્યાજખોરોની ધરપકડ કરવામાં નહિ આવે ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પરિવારજનોના  ટોળા એકઠા યા હતા. ઘટનાની જાણ તાં તાત્કાલિક હળવદ પોલીસ ઘટનાસ્ળે પહોંચે આગળની કાર્યવાહી હા ધરી છે.


જાણવા મળતી માહિતી મુજબ હળવદના રઘુનંદન સોસાયટીમાં છેલ્લા ૧૨ મહિનાી રહેતા પ્રતીક બાબુભાઈ લુહાર ઉમર વર્ષ ૪૨ જેવો ફેબ્રીકેશન નું કામ કરે છે તેવો હાલ કલોલ પંચવટી સોસાયટી ખાતે રહે છે. તેના સગા બનેવી જીતુભાઈ પટેલ પાસેી રૂપિયા વ્યાજ લીધા હતા જે પરત ન કરતા અવારનવાર જીતુભાઈ પટેલ સુરેશભાઈ પટેલ લાલા મહારાજ અને હકામહારાજ વ્યાજખોરો અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતા હતા.જે ત્રાસના કારણે છેલ્લા એક મહિનાી પ્રિતકભાઈ કલોલ મુકામે જતા રહ્યા હતા છતાં પણ આ  વ્યાજખોરો ત્રાસ ચાલુ રહેતા બુધવારે સાંજના છ વાગ્યાની આજુબાજુ એ કલોલ વર્કશોપ બ્રિજની બાજુમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ પરિવારજનોને તાં તાત્કાલિક તેમના પત્ની આશાબેને પુત્ર-પુત્રી અને કુટુંબીજનો તેમણે હળવદ તેમના મોટાભાઈ બકા ભાઈ ના ઘરે લઈ આવ્યા હતા જ્યાં તેમના બેન  અંજુબેન  જીતુભાઈ પટેલ એ કીધું કે હોસ્પિટલ જવાનું ની  માતાજી બધું ઠીક કરી દેશે અંધશ્રધ્ધા રાખી ને રાખીને દવાખાને લઈ જવાની ના પાડી હતી.


ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાની આજુબાજુ એ પ્રતિકભાઇ નું મોત નીપજયું હતું ત્યારબાદ હળવદની  સરકારી હોસ્પિટલ ખાતે  લઇ જવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડો હિરલબેન પટેલે  મુત જાહેર કરી આગળની કાર્યવાહી હા ધરી હતી. ત્યારે પરિવારજનો અને તેમના પત્ની આશાબેન નો એક જ અવાજ હતો કે મારા પતિએ વ્યાજ ખોરોના ત્રાસી જીવન ટૂંકાવ્યું છે મારા  પતિ ને વ્યાજખોરો અવારનવાર ધાક ધમકીઓ માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા. જ્યાં સુધી આ વ્યાજખોરોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી ધરપકડ નહીં ાય ત્યાં સુધી અમે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે મારા પતિની લાશ અમે સ્વીકારીશું નહીં ઘટનાની જાણ તા હળવદ બીટજમાદાર ભરતભાઈ આલ સહિત સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તપાસના ચક્રો ગતિમાન કરી આગળની કાર્યવાહી હા ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS