YouTube ઇન્ડિયાની મુશ્કેલીઓ વધી, NCPCRએ POCSO ઉલ્લંઘન મામાલે મોકલી નોટિસ

  • January 11, 2024 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અધિકારીઓને બીભત્સ કન્ટેન્ટ હટાવવા કરી માંગ, તાત્કાલિક કાર્યવાહી નહી કરાય તો આપી પોલીસ કેસની ચીમકી 


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબના ભારતીય યુનિટને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ યુટ્યુબ ઈન્ડિયાને પોક્સોના ઉલ્લંઘનનો આરોપ લગાવતા નોટિસ જારી કરી છે. બાળકોના અધિકારો માટે કામ કરતી સરકારી સંસ્થા એનસીપીસીઆરએ યુટ્યુબ ઇન્ડિયાના ગવર્નમેન્ટ-પોલીસી હેડ મીરા ચેટને નોટિસ મોકલી છે. એનસીપીસીઆર ચીફ પ્રિયંક કાનુન્ગોનું કહેવું છે કે યુટ્યુબ પર આવા હજારો વીડિયો છે જેમાં માતા અને દીકરો પોક્સો એક્ટનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. કિશોરોની જાતીય પ્રવૃત્તિઓના આ વીડિયો ઉત્તેજનાને પ્રોત્સાહન આપે છે. તેને ભારતમાં ચલાવવા દેવામાં આવશે નહીં. યુટ્યુબને આને ઠીક કરવાની જરૂર છે.


પ્રિયંક કાનુન્ગોએ વધુમાં કહ્યું, 'આવા વીડિયોનું વ્યાપારીકરણ પોર્ન વેચવા સમાન છે. જે પણ પ્લેટફોર્મ પર આવા વીડિયોનો પ્રચાર થઈ રહ્યો છે, જ્યાં બાળકોનું શોષણ થઈ રહ્યું છે. આવા ગુના કરનારાઓને જેલમાં જવું પડશે. યુટ્યુબ ઈન્ડિયાના અધિકારીઓએ આના પર કાર્યવાહી કરવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં માતા અને પુત્ર વચ્ચે લિપ લોક (કિસ) જેવી બાબતો બતાવવામાં આવી છે.

​​​​​​​

એનસીપીસીઆરના પ્રમુખ પ્રિયંક કાનુન્ગોએ કહ્યું કે માતા અને પુત્રનો સંબંધ ખૂબ પવિત્ર છે. પરંતુ આવા વીડિયોથી આ સંબંધને ભંગાણ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાળકોની સીધી જાતીય ઉત્તેજના છે. તેણે કહ્યું કે અમે ભારતમાં યુટ્યુબના અધિકારીને આ તમામ વિગતો લાવવા કહ્યું છે. જો આ બધું બંધ નહીં થાય તો એનસીપીસીઆર કેસમાં એફઆઈઆર નોંધવાથી લઈને યુટ્યુબ અધિકારીઓને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી સુનિશ્ચિત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application