લગ્ન કરતા પહેલા આ 7 મેડિકલ ટેસ્ટ કરાવવા ખુબ જરૂરી, નહિ તો તૂટી શકે સબંધ ! 

  • September 14, 2021 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય લોકો લગ્ન કરતા પહેલા ઘણા રિવાજો અને પરંપરાઓમાં માને છે, જેમાં કુંડળી મેળવવી અને ગુણો મેળવવાનું સૌથી મહત્વનું છે. બીજી બાજુ, જો જન્માક્ષર ન મળે તો સારા સંબંધો પણ તૂટી જાય છે. જોવામાં આવે છે કે મોટાભાગના લોકોની કુંડળી મેળવ્યા પછી પણ સંબંધોમાં અણબનાવ જોવા મળે છે. હવે લગ્ન માટે જન્મકુંડળીને મેચ કરવી જરૂરી છે કે નહીં તે લોકોની માનસિકતા પર નિર્ભર કરે છે, પરંતુ યુવક -યુવતીએ શારીરિક રીતે ફિટ રહેવું ખૂબ જરૂરી છે જેથી લગ્ન પછી કોઈ સમસ્યા ન આવે. આવી સ્થિતિમાં, વર અને કન્યાએ લગ્ન પહેલા કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવો જોઈએ. 

 

HIV ટેસ્ટ

 

જો કોઈ પણ યુવક કે યુવતીમાં એચઆઈવી સંક્રમણ થાય તો બીજાનું જીવન સંપૂર્ણપણે બગડી શકે છે. તેથી, લગ્ન પહેલા એચઆઇવી ટેસ્ટ કરાવો. જેથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહી શકે. 

 

ઓવરીનું પરીક્ષણ

 

કેટલીકવાર લગ્ન કરવામાં મોડું થઈ જાય તો આવી સ્થિતિ જોવા મળી શકે છે કે જેમાં ખાસ કરીને  સ્ત્રીમાં ઉંમર વધારે થઈ ગઈ હોય તો ચોક્કસપણે તમારી અંડાશયની તપાસ કરાવો. વધુ ઉંમરને કારણે છોકરીઓમાં ઓવરીનું પ્રમાણ ઘટે અને બાળકો પેદા કરવામાં મુશ્કેલી આવી શકે છે. તેથી લગ્ન કરતા પહેલા એક વાર ઓવરીનું પરીક્ષણ કરાવો.

 

ઇન્ફર્ટિલિટી પરીક્ષણ

 

પુરુષોમાં શુક્રાણુની સ્થિતિ શું છે અને શુક્રાણુઓની સંખ્યા કેટલી છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આને લગતી બાબતો જાણવા માટે, લગ્ન પહેલા ઇન્ફર્ટિલિટી પરીક્ષણ કરો. આ ટેસ્ટ ખૂબ મહત્વનો છે જેથી કુટુંબનું આયોજન કરવામાં અને ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં કોઈ સમસ્યા ન આવે.

 

પરંપરાગત રોગ 

 

લગ્ન પહેલા, બંને સાથીઓએ તેમનું આનુવંશિક પરીક્ષણ કરવું આવશ્યક છે. આ ટેસ્ટ કરાવીને, તે જાણી શકાશે કે તમારા ભાવિ જીવનસાથીને કોઈ પારંપરાગત રોગ તો નથી. જો ટેસ્ટમાં કોઈ રોગ જોવા મળે તો સમયસર તેની સારવાર કરી શકાય છે.

 

એસટીડી ટેસ્ટ

 

લગ્ન પહેલાં બંને ભાગીદારો દ્વારા એસટીડી ટેસ્ટ કરાવવો જરૂરી છે, જેથી લગ્ન પછી બંનેમાંથી કોઈ પણ જાતીય રોગોનો શિકાર ન બને. એસટીડી એક ખતરનાક બીમારી છે જેને ટાળવી ખૂબ જ જરૂરી છે.

 

બ્લડ ગ્રુપ પરીક્ષણ

 

પતિ પત્ની બંનેનું બ્લડ ગ્રુપ એકબીજા સાથે અનુકૂળ ન હોય તો ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બંને ભાગીદારો સમાન Rh પરિબળ ધરાવે છે. આવી સ્થિતિમાં, લગ્ન પહેલા બ્લડ ગ્રુપનું  પરીક્ષણ જરૂરી છે.

 

બ્લડ ડિસઓર્ડર પરીક્ષણ

 

લગ્ન પહેલા મહિલાઓએ બ્લડ ડિસઓર્ડર ટેસ્ટ કરાવવો જોઈએ. આ બતાવે છે કે તમે બ્લડ હિમોફીલિયા કે થેલેસેમિયાના શિકાર છો કે નહિ. કારણ કે તેની સીધી અસર લગ્ન જીવન અને આવનારા બાળક પર પડી શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS