ભૂલથી પણ આ 5 કામ નહિ કરતા અન્યથા શનિની અશુભ છાયા લાગશે.

  • May 21, 2020 01:56 PM 513 views

 

કાલે જયેષ્ઠ માસની અમાસની તિથિ છે આ તિથિને  શનિ દેવની જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિદેવને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે પરંતુ શનિ ખરેખર ન્યાયના દેવતા છે. ખરાબ કર્મ કરનારાને શનિ તમામ પ્રકારના કષ્ટ આપે છે. પરંતુ શનિની ત્રીજી દૃષ્ટિ જેના પર પડે છે. તેમની મુસીબતોનો અંત આવતો નથી. જ્યારે સારી વ્યક્તિ સારું કામ કરે છે, તો શનિદેવની કૃપા દ્રષ્ટિ રહે છે.

 

જે વ્યક્તિ પર શનિની અશુભ દ્રષ્ટિ કરે છે, તેમના બધા જ કામ બગડી જાય છે.  કોશિશ કરવા પર પણ સફળતા મળતી નથી. જ્યોતિષમાં શનિની વક્ર દૃષ્ટિ પડવાના કારણો જણાવવામાં આવ્યા છે.

 

જ્યોતિષમાં શનિને ગરીબો અને અસહાય વ્યક્તિઓનો રક્ષક પણ કહેવામાં આવે છે એવા જે વ્યક્તિ ગરીબો અને અસહ્ય વ્યક્તિઓને પરેશાન કરે છે તેના પર પોતાની વક્ર દ્રષ્ટિ પાડે છે.

 

શનિવારને શનિનો દિવસ કહેવામાં આવે છે. એવામાં શનિવારના દિવસે લોઢાની બનેલી ચીજવસ્તુઓ ઘર પર લાવવી જોઇએ નહીં. જે વ્યક્તિ પોતાની વસ્તુ આ દિવસે ખરીદે છે શનિદેવ તેના પર પોતાની ખરાબ નજર પાડે છે. શનિવારના દિવસે લોઢાની ચીજો ખરીદવાની બદલે તેનું દાન કરવું જોઈએ. 

 

શનિવારના દિવસે ઘરમાં તેલ ન લેવું જોઈએ નહીં તેલથી માથા તેમજ શરીર પર માલિશ કરવું જોઇએ. આ દિવસે શનિદેવને તેલ ચઢાવવું જોઈએ. 

 

જે વ્યક્તિ ઘરમાં આવેલા બ્રાહ્મણો અને ગરીબ વ્યક્તિઓને કંઈ પણ આપ્યા વિના ખાલી હાથી રવાના કરે છે તેની કુંડળીમાં પણ શનિ અશુભ પ્રભાવ આપવા માંડે છે.

 

કોઈ અન્ય વ્યક્તિ પાસેથી ક્યારેય ભૂલથી બુટ અને ચપ્પલ લેવા જોઈએ નહીં. આમ કરવાથી શનિની ખરાબ છાયા પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application