શિલ્પાએ પહેર્યું હતું તે વન શોલ્ડર કેપ ઘરારા તમે પણ કરી શકો છો કેરી, જાણો કીંમત

  • March 30, 2021 10:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


શિલ્પા શેટ્ટી કુંદરા અવારનવાર ચર્ચામાં રહે છે. તેને સોશિયલ મીડિયા ક્વીન પણ કહી શકાય છે. તાજેતરમાં જ શિલ્પાએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે. શિલ્પાએ ગ્રીન રંગનો વન શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. 

 

 

આ ડ્રેસ તેણે સુપર ડાન્સર ચેપ્ટર 2ના એપિસોડ માટે ખાસ ડિઝાઈન કરાવ્યો હતો. ગ્રીન પોલ્કા શિબોરી વન શોલ્ડર કેપ જે ઘરારા સાથે છે તેને ક્રીપ ફેબ્રિકથી બનાવવામાં આવ્યો છે. આ ડ્રેસ પર શિબોરી ટાઈ-ડાઈ પ્રિંટ હાથથી કરવામાં આવી છે અને નેકલાઈન પર એમ્બોયડરી વર્ક કરવામાં આવ્યું છે. 

 

 

આ ડ્રેસ કોઈપણ ખાસ ફંકશન પર પહેરી શકાય છે. તેની કીંમત 45,800 રૂપિયા છે. આ ડ્રેસ ઓનલાઈન પણ ખરીદી શકાય છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS