તમે માગણી મુકો હું ૪૮ કલાકમાં રાજકોટને પાણી આપીશ: સીએમ

  • August 18, 2021 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજી, ન્યારી અને ભાદર ડેમનું તળિયુ દેખાતા ચિંતિત બનેલા મેયર ડો.પ્રદીપ ડવને વિજયભાઇએ આપી હૈયાધારણા

સૌની યોજના અંતર્ગત રાજકોટ શહેર માટે વધુ ૩૩૫ એમસીએફટી પાણીની જરૂરિયાત: આજીમાં ૧૦ સપ્ટેમ્બર, ન્યારીમાં ૧૫ નવેમ્બર, ભાદરમાં ૩૦ નવેમ્બર સુધીનો જળ જથ્થો ઉપલબ્ધ: રાય સરકારમાં વિગતો રવાના કરતા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા

 


વરસાદ ખેંચાતા રાજકોટ પર જળસંકટના વાદળો સર્જાતા જોઇ ચિંતાતુર બનેલા મેયર ડો.પ્રદિપ ડવ આજરોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી આજી, ન્યારી અને ભાદરનું તળીયું દેખાતા લાગ્યાનું જણાવતા મુખ્યમંત્રીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા માગણી મુકે તેની ૪૮ કલાકમાં રાજકોટને પાણી આપીશ. રાજકોટ તરસ્યુ નહીં રહે. દરમિયાન મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ રાજકોટની પાણીની જરૂરિયાતનો વિસ્તૃત રિપોર્ટ સરકારમાં રવાના કર્યેા હોવાનું જાણવા મળે છે.

 


આજી–૧
રાજકોટના મુખ્ય જળોત અને કુલ ૨૯ ફુટની ઉંડાઇના આજી–૧ ડેમની સપાટી આજની સ્થિતિએ ૧૬.૦૧ ફુટ છે. હાલની સ્થિતીએ ૨૫૬.૪ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. આજીમાંથી દરરોજ ૧૨૫ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે અને તે સ્થિતિ મુજબ ૧૦ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે.

 


ન્યારી–૧
પિમ રાજકોટના મુખ્ય જળોત ન્યારી–૧ ડેમની કુલ ઉંડાઇ ૨૫ ફુટ છે અને આજની સ્થિતીએ સપાટી ૧૭.૮૮ ફુટ છે. ડેમમાં હાલ ૫૭૯.૩૦ એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. ડેમમાંથી દરરોજ ૬૦ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. આ મુજબની ગણતરીએ ૧૫ નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી છે.

 


ભાદર–૧
સેન્ટ્રલ રાજકોટને પીવાનું પાણી પું પાડતા ભાદર–૧ની કુલ ઉંડાઇ ૩૪ ફુટ છે અને આજની સપાટી ૧૮ ફુટ છે. હાલ ડેમમાં ૧૪૭૩ એમસીએફટી જળ જથ્થો ઉપલબ્ધ છે. દૈનિક ધોરણે ભાદરમાંથી ૪૦ એમએલડી પાણી ઉપાડાય છે. જો આ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં ન આવે તો ૩૦ નવેમ્બર સુધી ચાલે તેટલું પાણી છે.

 


નર્મદા નીર
રાજકોટને પાઇપલાઇન મારફતે ન્યારી ખાતે ૭૦ એમએલડી અને બેડી ખાતે ૫૫ એમએલડી સહિત કુલ ૧૨૫ એમએલડી પાણી પું પાડવામાં આવે છે.
દરમિયાન રાજકોટની પાણીની દૈનિક જરૂરિયાત અને જળાશયોની વર્તમાન સ્થિતી અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાય સરકારના સિંચાઇ વિભાગના સચિવને ઉપરોકત મુજબની વિસ્તૃત વિગતો મોકલી આપી છે તેમજ સચિવ સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી છે. કમિશનરે જણાવ્યું હતું કે રાજકોટને આગામી અઢી માસ માટે આજી, ન્યારી, ભાદરમાં કુલ ૩૩૫ એમસીએફટી પાણીની જરૂરીયાત રહે છે જે આપવા માટે ખાતરી મળી જતા રાજકોટને રાહત મળશે અને દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા જળવાઇ રહેશે.

 


 રાજકોટવાસીઓને આગામી દિવસોમાં પણ દરરોજ પુરી ૨૦ મિનિટ પાણી આપવા મહાપાલિકા તત્રં કટિબધ્ધ છે. રાજકોટથી જાણ કરાઇ તેની ૪૮ કલાકમાં જ સૌની યોજના હેઠળ જળાશયોમાં નર્મદાનીર છોડવા ખાતરી મળી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS