જામનગર જીલ્લાના વાહન માલિકો જૂની સિરીઝના સિલ્વર-ગોલ્ડન નંબર માટેની ઈ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે
ઓકશનનું પરીણામ તા.૫ જૂનના રોજ બપોર બાદ જાહેર થશે
જામનગર જિલ્લાની મોટરિંગ પબ્લિકના વાહન માલિકો જેમાં ટુ વ્હીલર, ટ્રાન્સપોર્ટ તેમજ ક્ધસ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ પ્રકારના વાહનો માટેની તમામ જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર - ગોલ્ડન નંબરમાં લેવા માટે ઈ- ઓક્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઈ - ઓક્શન માં ભાગ લેવા માટેનો સમય ગાળો જેમાં ઑનલાઇન અરજીનો સમય ગાળો - ૦૧/૦૬/૨૦૨૬ થી ૦૩/૦૬/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાક સુધી, ઈ-ઓક્શનનો બિડિંગ કરવાનો સમયગાળો- ૦૩/૦૬/૨૦૨૬ થી ૦૫/૦૬/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાક સુધી, ઈ-ઓક્શન નું પરિણામ તા.૦૫/૦૬/૨૦૨૬ બપોરે ૪.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
વાહન માલિકો સો પ્રથમ વેબસાઇડ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે.ત્યાર બાદ સદર વેબ સાઇડ પર લોગીન કરી ને વાહન ખરીદી ના દિવસ-૭ ની અંદર ઓનલાઈન ઈ ગ અ ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પર થી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂણ કરી ને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે. વાહન માલિક પોતાની બીડ ઉપરોક્ત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ ના ગૂણાક માં વધારી શકશે. ઇ-ઓકશન ના અંતે નિષ્ફળ થયેલ અરજદારો એ રિફંડ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ની કચેરી જામનગર નોસંપર્ક કરવાનો રેહશે.
પસંદગીનાં લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુક્વણું ઓનલાઈન દિવસ-૫ (પાંચ)માં કરવાનું રહેશે.જેમાં નિષ્ફળ ગયે પસંદગીનાં નંબરની ફીનું રિફંડ મળશે નહિ.જેની નોંધ લેવી. ઓકશનમાં ભાગ લેનાર વાહન માલિકનાં તમામ દસ્તાવેજો ડીલર કક્ષાએ ખરાઈ કરી અપલોડ કરેલાં હોવા જોઇશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.