પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતના કેસ અને કોવિડ 19ની સારવારના દાવા અંગેના તિરસ્કારના કેસની મંગળવારે 16 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચ સમક્ષ હાજર થયા અને ત્રીજી વખત કોર્ટમાં માફી માંગી હતી.
બેન્ચે બાબા રામદેવ અને બાલકૃષ્ણને આગળ બોલાવ્યા અને કહ્યું કે તમે યોગ માટે જે કર્યું છે તેનું અમે સન્માન કરીએ છીએ. પરંતુ તમે જે નિવેદનો આપ્યા છે કે, પરમ આદરણીય ન્યાયાધીશ સાહેબ, અનકન્ડીશનલી જે પણ થયું એની અમે બિનશરતી માફી માંગી છે. તમને શું લાગ્યું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરશો? લોકો માત્ર એલોપેથી જ નહીં પરંતુ ઘરગથ્થુ ઉપચારનો પણ ઉપયોગ કરી રહ્યા છે. શા માટે તમે તમારી પદ્ધતિઓ માટે અન્ય લોકોને ખરાબ દેખાડવા અને રદ કરવા માટે કહી રહ્યા છો.
બાબા રામદેવ અને બાલકૃષ્ણ બંનેએ કહ્યું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા તૈયાર છે. રામદેવે કહ્યું કે સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો તેમનો ઈરાદો ક્યારેય નહોતો. પતંજલિએ સંશોધન આધારિત પુરાવા માટે આયુર્વેદને તથ્યો સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. કામના ઉત્સાહમાં આ બન્યું. ભવિષ્યમાં આવું નહીં થાય. તેના પર કોર્ટે કહ્યું કે તમે એટલા માસૂમ નથી.
કોર્ટે કહ્યું કે અમે હજુ નક્કી નથી કર્યું કે તમને માફ કરવામાં આવે કે નહીં. તમે ત્રણ વખત ઉલ્લંઘન કર્યું છે. અગાઉના ઓર્ડરો અમારી વિચારણા હેઠળ છે. તમે એટલા નિર્દોષ નથી કે તમને ખબર ન હોય કે કોર્ટમાં શું ચાલી રહ્યું છે. આગામી સુનાવણી 23 એપ્રિલે હાથ ધરાશે. રામદેવ અને બાલકૃષ્ણને ફરીથી કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટની બહાર મીડિયા સાથે વાત કરતા રામદેવે કહ્યું કે મારે જે કહેવું હતું તે કહી દીધું છે. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech