યોગી સરકાર આકરા પાણીએ, કોરોનાનો એક દર્દી મળશે તો 20 ઘર સીલ કરાશે

  • April 05, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

14 દિવસ સુધી લોકો બહાર નીકળી નહી શકે: રસીના બે ડોઝ લેનારને લોટરી સીસ્ટમથી ઇનામ



ઉત્તર પ્રદેશમાં કોરોના નો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને જોતા સરકારે મોટી જાહેરાતો કરી છે. યોગી સરકારે કહ્યું કે સમગ્ર રાજ્યમાં ફરીથી કેન્ટોન્મેન્ટ ઝોન બનશે. એટલું જ નહીં એક કેસ સામે આવશે તો આસપાસના 20 ઘર સીલ કરવામાં આવશે અને બે કેસ મળશે તો 60 ઘર સીલ થશે.

 


યુપીમાં કોરોનાના વધતા કેસને લઈને સરકારે અનેક પગલાં લીધા છે. સરકારે કહ્યું કે શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ મળતા વિસ્તારને ક્ધટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. જેમાં એકથી વધુ કેસ મળશે તો 60 મકાનોને સીલ કરી દેવાશે. આ ક્ધટેન્મેન્ટ ઝોનમાં લોકોની અવરજવર બંધ થઈ જશે. ત્યાંના લોકોએ 14 દિવસ સુધી એ જ સ્થિતિમાં રેહવું પડશે. આ સ્થિતિ જાળવી રાખવા માટે વિસ્તારમાં સર્વિલાન્સ ટીમ સર્વે અને તપાસ કરશે. આ માટે તમામ જિલ્લાધિકારીઓ અને પોલીસ ઓફિસરોને આદેશ આપી દેવાયા છે.

 


યોગી સરકારે કહ્યું કે શહેરી વિસ્તારોમાં બનેલા બહુમાળી અપાર્ટમેન્ટ માટે નિયમ કઈક અલગ રહેશે. આ નિયમ મુજબ એક દર્દી મશશે તો અપાર્ટમેન્ટના તે માળને બંધ કરી દેવાશે. જ્યારે એકથી વધુ દર્દી મળશે તો ગ્રુપ હાઉસિંગ સંબંધિત બ્લોક સીલ કરાશે. 14 દિવસ સુધી એક પણ દર્દી ન મળે તો ક્ધટેન્મેન્ટ ઝોન સમાપ્ત થશે.

 


સરકારે કહ્યું કે 16 જાન્યુઆરીથી 3 એપ્રિલ વચ્ચે જે લોકોએ પોતાના બંને ડોઝ લઈ લીધા છે તેમને પુરસ્કૃત કરવા માટે સરકાર લોટરી સિસ્ટમ કાઢશે. જે મુજબ સિરિયલ નંબરની લોટરી કાઢવામાં આવી રહી છે અને જે જિલ્લામાં 25000થી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે તે જિલ્લાઓને આ સ્કીમમાં સામેલ કરાશે. આ સ્કીમ હેઠળ દરેક જિલ્લાના 4-4 લોકોને ઈનામ અપાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS