બાળકો માટે  શ્રેષ્ઠ છે યોગ, શરીર સાથે મગજ પણ રહેશે તેજ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક પેરેન્ટ્સ ઈચ્છે છે કે તેના બાળકો શારીરિક અને માનસિક બંને રૂપે સ્વસ્થ બને. જો કે બાળકોને સ્વસ્થ રાખવા માટે પેરેન્ટ્સે તેમના ડાયેટ પર પણ ધ્યાન દેવું પડે છે, કારણ કે બાળકોના સ્વાસ્થ્ય માટે માત્ર આટલું જ પૂરતું નથી. હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બાળકો હેલ્ધી રહે તે માટે જરૂરી છે કે ફિઝિકલ ઍક્ટિવિટી પર પણ ધ્યાન આપવામાં આવે, એવામાં તમે તેને યોગા કરાવી શકો છો.જેના દ્વારા તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ પણ રહેશે અને તેમની વધારાની એક્ટિવિટી પણ થઇ જશે. બાળકોને યોગ કરવાના શું ફાયદા થાયછે તે તમે જાણીએ.


બાળકોને રોજ સ્ટ્રેચ, પ્રાણાયામ, ભુજંગાસન, વૃક્ષાસન, તાડાસન, નટરાજસન જેવા આસનો કરાવવા જોઈએ. આમ કરવાથી બાળકોના શારીરિક વિકાસની સાથે સાથે માનસિક વિકાસમાં પણ વૃદ્ધિ થશે. 


મોબાઈલ, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઇસની સાથે રહેવાના લીધે બાળકોનો શારીરિક એક્ટિવિટીમાં રસ ઘટી જાય છે. એવામાં તમે યોગ કરાવી શકો છો. યોગ કરવામાં સરળ હોય છે, અને બાળકોમાં શારીરિક શક્તિ વધવાની સાથે  માસપેશીઓમાં સ્થિતિસ્થાપકતા આવી શકે છે.


યોગમાં ધ્યાન કરવાના ઘણા બધા પ્રકાર હોય છે.જેમાં કોઈપણ વ્યક્તિએ થોડીવાર માટે શાંત રહેવું પડે છે. આથી યોગ કરવાથી બાળકોની એકાગ્રતા અને સ્મરણ શક્તિમાં વધારો થાય છે, તેમજ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બને છે.


ભણતર કે અન્ય કોઈ કારણસર બાળકો તનાવ કે ઍન્ગ્ઝાયટી ડિસેઓર્ડરની ઝપેટમાં આવી જાય છે. પરંતુ રોજિંદા યોગ કરવાથી બાળકો તેનાથી બચી રહે છે. સાથોસાથ તેનાથી અસ્થમા, હૃદયરોગ અને બ્લડપ્રેશર જેવી મુશ્કેલીઓથી પણ દૂર રહી શકાય છે. આજકાલ નાનાં બાળકોમાં પણ તેના લક્ષણો જોવા મળે છે.


આજકાલ મોટેરાઓ સાથે બાળકો પણ શ્વાસ સંબંધી, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન IBS અને અસ્થમા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ રોજ યોગ કરવાથી બાળકો તેવી ગંભીર બિમારીઓથી બચી શકે છે અને જો કોઈ બાળકને બીમારી હોય તો તેને એક્સપર્ટની સલાહ લઈ અને યોગાસન કરાવી શકો છો.


યોગથી બાળકમાં તણાવ અને ચિંતા દૂર રહે છે, જેથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે, જેના કારણે સ્કૂલમાં પણ પોતાનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકે છે, પછી તે ભણવાની બાબત હોય કે એક્સ્ટ્રા એક્ટિવિટીની હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS