મુંબઈમાં ચોમાસું બેઠું: યલો એલર્ટ

  • June 09, 2021 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંધેરી, ચેમ્બુર, સાયન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ: આ વર્ષે બે દિવસ વહેલી પધરામણી: પાંચ દિવસ ભારે વરસાદની હવામાન ખાતાની આગાહીઆજે વરસાદ માટે અનુકુળ વાતાવરણ સર્જાયું છે અને મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. આજે સવારે અંધેરી, ચેમ્બુર, સાયન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાયા છે. આજે દરિયામાં હાઈટાઇડની પણ ચેતવણી આપવામાં આવી છે. મુંબઈ સહિત થાણેમાં મુશળધાર વરસાદની આગાહી હોવાથી હવામાન ખાતાએ યેલો એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં છેલ્લા બે ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. સવારના પશ્ર્ચિમ ઉપ્નગરના બોરીવલી, કાંદીવલી તથા મલાડ સહિતના વિસ્તારમાંં વીજળીના ગડગડાટ સાથે ભારે વરસાદ પડી ગયો હતો. તો પૂર્વ ઉપ્નગરમાં પણ અનેક વિસ્તારમાં સવારના ભારે વરસાદ પડી ગયો હતો. બાદમાં જોકે વરસાદે પોરો ખાધો હતો અને તડકો પણ નીકળ્યો હતો. જોકે થોડા વિરામ પછી ફરી મુંબઈના અનેક વિસ્તારમાં ખાસ કરીને દક્ષિણ મુંબઈમાં અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ પડી ગયો હતો.

 


દિવસ દરમિયાન પડેલા વરસાદના ઝાપટાં વચ્ચે કોલાબા વેધશાળાના અધિકારી શુભાંગી ભુત્તેએ જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે મુંબઈ સહિત કોંકણમાં વરસાદ માટે અનુકુળ વાતાવરણ હોવાથી ભારે વરસાદની શકયતા છે.

 


આ વર્ષે મુંબઈમાં બે દિવસ જલદી ચોમાસું બેસી ગયું હોવાનું કહેવાશે. અગાઉ હવામાન ખાતાએ મુંબઈમાં 11 જૂનના ચોમાસાના આગામનની શકયતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે મુંબઈમાં 14 જૂનના ચોમાસાનું આગમન થયું હતું.

 


હવામાન ખાતાએ મુંબઈમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે ત્યારે મુંબઈ સહિત કોંકણમાં 11 જૂનથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં મુંબઈ અને થાણે માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાયગઢમાં 12 જૂન માટે ઓરેન્ડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

 


ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ બંગાળના ઉપસાગર અને આજુબાજુના વિસ્તાર પર આગામી દિવસમં લો પ્રેશર સર્જાવાનું છે, તેની અસરની સાથે જ નૈઋત્યનું ચોમાસું પણ આગળ વધી રહ્યું છે. તેથી મુંબઈ સહિત કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં પાંચ દિવસ અતિવૃષ્ટિની શકયતા છે.ઉ

 


ગયા વર્ષે છ જૂનના મુંબઈમાં સૌથી હાઈએસ્ટ વરસાદ નોંધાયો હતો. છ જૂનના મુંબઈમાં સરેરાશ 64.9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો જૂન મહિનામાં સરેરાશ 395 મિલીમીટર વરસાદનોંધાયો છે. તો આ વર્ષે પણ અત્યાર સુધી સાંતાક્રુઝમાં 136 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે.

 

વલસાડના કપરાડામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ: પાણી ભરાયા


વલસાડ જિલ્લાના કપરાડામાં આજે સવારે એકાએક જોરદાર વરસાદ શરૂ થયો હતો કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું હતું અને તોફાની પવન સાથે બે કલાકમાં બે ઇંચ પડી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

 


વલસાડમાં સામાન્ય ઝાપટું પડયું છે. પારડી અને ધરમપુરમાં પણ વરસાદ પડ્યો છે આકાશ વાદળોથી ઘેરાયું છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સો ટકા આસપાસ પહોંચી ગયું છે અને તેના કારણે વલસાડમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS