ઓહ માય ગોડ 2 માં મહત્વની ભૂમિકા માં જોવા મળશે યામી ગૌતમ ધર

  • June 08, 2021 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અક્ષય કુમારની છેલ્લા કેટલાક સમયમાં આવેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઇ છે. તેની કેટલીક ફિલ્મો તો ફ્રેન્ચાઇઝીમાં ફેરવાય છે. ખિલાડી સિરીઝથી લઈને હાઉસફુલ ફ્રેન્ચાઇઝ સુધીની ફિલ્મો માં તેને સમય-સમય પર દર્શકોને ભરપૂર મનોરંજન કરતો રહે છે. તેવામાં ગયા અઠવાડિયે એવા અહેવાલો સામે આવ્યા હતા કે અક્ષય કુમાર અભિનીત ફિલ્મ 'ઓહ માય ગોડ'ની સિક્વલ ટૂંક સમયમાં આવનાર છે અને હવે સમાચાર છે કે તેની કાસ્ટ પણ ફાઈનલ થઈ ગઈ છે.

 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી અક્ષય કુમારની ઓહ માય ગોડ 2 માં જોવા મળશે. 2012 માં આવેલી પ્રિકવલમાં પરેશ રાવલે એક સામાન્ય માણસની ભૂમિકા ભજવી હતી અને અક્ષય કુમારે ભગવાનની ભૂમિકા ભજવી હતી. આ વખતે મુખ્ય વાર્તા સમાન હશે, પરંતુ કહેવાની રીત અલગ હશે. પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મહત્વની ભૂમિકા ભજવશે અને અક્ષય કુમાર તેમના જીવનમાં પ્રવેશ કરશે. 

 

ફિલ્મ 'ઓ માય ગોડ 2' નું દિગ્દર્શન અમિત રાય કરશે, જે અગાઉ 'રોડ ટૂ સંગમ' ડિરેક્ટ કરી ચૂક્યા છે અને સેનિટરી પેડ્સ પર ટૂંકી ફિલ્મ 'આઈ પેડ' બનાવી ચુક્યા છે.

 

દર્શકો રસપ્રદ કાસ્ટિંગ અને વાર્તાવાળી આ ફિલ્મથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. યામી ગૌતમ અને અક્ષય કુમાર પ્રથમ વખત મોટા પડદા પર સાથે કામ કરશે. પ્રિકવલમાં સોનાક્ષી સિંહા અને પ્રભુદેવા અભિનિત ગો ગો ગોવિંદા નામનું હિટ ડાન્સ નંબર હતું. આ વખતે પણ આવું કંઈ હશે કે કેમ તે પણ સવાલ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS