હું સારો દીકરો ન બની શક્યો તેવું લખી ઈજનેર યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

  • April 08, 2021 02:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરનો યુવાન 20 દિવસ પૂર્વે જ રાજકોટ નોકરી માટે આવ્યો હતો અને આકાશવાણી ચોક પાસે મ ભાડે રાખી રહેતો: યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં આ પગલું ભરવા પાછળ કોઈનો વાંક ન હોવાનું લખ્યું

 


શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા આકાશવાણી ચોક પાસેના પેરેમાઉન્ટ પાર્કમાં રૂમ ભાડે રાખી રહેતા સુરેન્દ્રનગરના ઇજનેર યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકની સાથે રહેતો તેના પિતરાઈ ભાઈએ દરવાજો ખખડાવતા ફોન કરવા છતાં જવાબ ન મળતા બનાવ સામે આવ્યો હતો. યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં હું સારો દીકરો ન બની શક્યો, કમાઈ શકું તેમ નથી અને આ પગલું ભરવા પાછળ કોઈનો વાંક નથી તેઓ ઉલ્લેખ કર્યો છે.

 


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ આકાશવાણી ચોક પાસે પેરેમાઉન્ટ પાર્ક શેરી નંબર 3 માં આવેલા મકાનના માલિક ભાવિક ઠાકરશીભાઈ સોલંકીએ પોલીસમાં જાણ કરી હતી કે, તેમના મકાનમાં ઉપરના માળે ભાડે રહેતા મૂળ સુરેન્દ્રનગરના યુવાન હર્ષદ જગદીશભાઈ કણજારીયા (ઉ.વ 25) એ ફાંસો ખાઈ લીધો છે. જેથી 108 ની ટીમ તથા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.108 ના ઇ.એમ.ટી.એ તપાસતા યુવાનનું મોત થઈ ગયું હોવાનું જાહેર કરાયું હતું.જેથી તેના મૃતદેહને પી.એમ માટે ખસેડી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 


બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આપઘાત કરી લેનાર યુવાન મૂળ સુરેન્દ્રનગરનો વતની અને બે ભાઈના પરિવારમાં મોટો હતો. યુવાન મિકેનિકલ ઈજનેર હોઈ રાજકોટની એક કંપ્નીમાં તેને નોકરી મળતા તે 20 દિવસ પૂર્વે જ રાજકોટ રહેવા આવ્યો હતો.અહીં તે તે તેના ફઇના પુત્ર નરશી સાથે રહેતો હતો. યુવાન ઇન્દિરા સર્કલ પાસે આવેલી ઓફિસમાં નોકરી કરતો હતો.ગઈકાલ સાંજના તેનો પિતરાઈ ભાઈ નરશી જે શાપરમાં રહેતો નોકરી કરતો હોય તે સાંજે પરત આવ્યા બાદ દરવાજો બંધ હોવાથી ખખડાવતા કોઈ જવાબ મળ્યો ન હતો.બાદમાં તેણે હર્ષદના મોબાઇલ પર કોલ કરતા ફોન રિસીવ થયો ન હતો.

 

જેથી કંઈક અજુગતું બન્યાની શંકા જતા મકાનમાલિક તથા પાડોશીને જાણ કરતા બધાએ ભેગા થઈ દરવાજો ખોલતા યુવાને દોરી વડે ફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન પોલીસે તપાસ કરતા યુવક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જે સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું હતું કે હું સારો દીકરો ન બની શક્યો કમાઈ શકું તેમ નથી. હું કંટાળી ગયો છું તેથી આત્મહત્યા કરું છું આ પગલું ભરવા પાછળ કોઈનો વાંક નથી તેવો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો છે.બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.કે.ઝાલા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS