નેપાળમાં ગુમ થયેલ હેલિકોપ્ટરનો કાટમાળ માઉન્ટ એવરેસ્ટમાંથી મળી આવ્યો, આટલા લોકોના મોત

  • July 11, 2023 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેપાળમાં વિદેશી મુસાફરોને લઇ હેલિકોપ્ટર માઉન્ટ એવરેસ્ટની સફર માટે નીકળ્યું હતું.પરંતુ વચ્ચે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી જતા પ્રસાશન શોધખોળમાં લાગ્યું હતું.અંતે હેલિકોપ્ટરનો કાટમાળ માઉન્ટ એવરેસ્ટમાંથી મળી આવ્યો હતો.જેમાં સવાર તમામ લોકોના મોત થયા છે.જે બધા વિદેશી મુસાફરો હતા.



નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાંથી વિદેશી પ્રવાસીઓ સાથે ઉડતું હેલિકોપ્ટર અકસ્માતનો શિકાર બન્યું છે. ગુમ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે.


ગુમ થયેલું હેલિકોપ્ટર ગત મંગળવારે સવારે નેપાળમાં અકસ્માતનો શિકાર બન્યું છે, જેનો કાટમાળ મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. તમામ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં પાંચ વિદેશી નાગરિકો સવાર હતા.


નેપાળની સર્ચ ટીમે ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મેળવી લીધો છે. કોશી પ્રાંત પોલીસના ડીઆઈજી રાજેશનાથ બાસ્ટોલાએ એએનઆઈને જણાવ્યું કે ગામવાસીઓએ નેપાળ સર્ચ ટીમને હેલિકોપ્ટર દુર્ઘટનાની જાણ કરી. ઉલ્લેખનીય છે કે મનાંગ એરનું આ હેલિકોપ્ટર ગત મંગળવારે સવારે 10.10 મિનિટે ટેકઓફ થયું હતું, 15 મિનિટ પછી હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો હતો.


પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે સવારે મનંગ એર હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો અને સોલુખુમ્બુ જિલ્લાના લિખુપિક ગ્રામીણ નગરપાલિકાના લામજુરા ખાતે ક્રેશ થયું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર એવું લાગે છે કે હેલિકોપ્ટર પર્વતની ટોચ પર એક ઝાડ સાથે અથડાયું છે. જેના કારણે આ અકસ્માત થયો હતો.


જે મૃતદેહો મળી આવ્યા છે તેની હજુ સુધી ઓળખ થઈ નથી. મનંગ એર ઓપરેશન્સ અને સિક્યોરિટી મેનેજર રાજુ ન્યુપેનના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટરમાં કેપ્ટન ચેત બહાદુર ગુરુંગની સાથે પાંચ મેક્સિકન નાગરિકો સવાર હતા. જેમનું મૃત્યુ થયું છે.


જે હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે પાંચ વિદેશી પ્રવાસીઓને લઈને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની સફર પર જઈ રહ્યું હતું. અહેવાલો અનુસાર હેલિકોપ્ટર સોલુખુમ્બુથી કાઠમંડુની મુસાફરી દરમિયાન ગુમ થઈ ગયું હતું. કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ ગુમ થયેલ હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક સવારે 10.15 વાગ્યે તૂટી ગયો હતો. ઉંચા પહાડોના કારણે નેપાળમાં પ્લેન ક્રેશના સમાચાર આવતા રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application