વિશ્વના સૌથી મોટી ઉંમરના ભારતીય ક્રિકેટર વસંતરાયજીનું મુંબઈમાં નિધન

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિશ્વના સૌથી મોટી ઉંમરના પ્રથમ શ્રેણીના ક્રિકેટરવસંત રાયજીનું શનિવારે નિધન થયું છે. તેમણે મુંબઈમાં 2: 30 કલાકે છેલ્લાં શ્વાસ લીધા હતા. આ વર્ષે 26 જાન્યુઆરીએ તેમના 100 મા જન્મદિવસની તેમણે ઉજવણી કરી હતી.

 

આ ઉજવણી વખતે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ વો કેક લઈ અને પહોંચ્યા હતા. તેમના નિધન બાદ હવે દુનિયાના સૌથી મોટી ઉંમરના ક્રિકેટર ન્યૂઝીલેન્ડના એલેન બરગેસ બન્યા છે જેમનો જન્મ 1920માં થયો હતો.

 

જમણેરી બોલર રાયજી એ 1940ના દશકમાં પ્રથમ શ્રેણીના મેચ રમ્યા હતા જેમાં 277 રન કર્યા હતા. આ તેમનો મહત્તમ સ્કોર હતો.

 

ઐતિહાસિક ક્રિકેટર રાયજી ત્યારે માત્ર 13 વર્ષની ઉંમરના હતા કે જ્યારે ભારતે દક્ષિણ મુંબઈના બોમ્બે જિમખાનામાં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. તેઓ ભારતીય ક્રિકેટની સંપૂર્ણ યાત્રા ના સાક્ષી રહ્યા છે જ્યારે બોમ્બે (હવે મુંબઈ) અને વડોદરા માટે રમતા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS