World Sleep Day : સૌરાષ્ટ્ર યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનો સર્વે, પુરુષો કરતા મહિલાઓમાં ઊંઘની સમસ્યા વધુ

  • March 17, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ આહાર અને કસરત તંદુરસ્ત જીવન માટે જરૂરી છે એ સાથે જ પૂરતી ઉંઘ લેવી એ સ્વાસ્થ્ય માટે મહત્વનો મુદ્દો છે. ઊંઘ શરીરને આરામ અને ઊર્જા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. ઊંઘ શારીરિક અને મનોવૈજ્ઞાનિક કાર્યો પર પણ અસર કરે છે.  ઊંઘની માત્રા અને ગુણવત્તા જાગતી વખતે શ્રેષ્ઠ સતર્કતા જાળવવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોવા છતાં, પુખ્ત વ્યક્તિએ દિવસમાં આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. જ્યારે બાળકોને 8 કલાકથી વધુ ઊંઘની જરૂર હોય છે.

આજકાલ વિવિધ કારણોસર ઘણા લોકોને પૂરતી ઊંઘ નથી મળતી અને તેઓ લાંબા સમય સુધી ઊંઘથી વંચિત રહે છે. કેટલાક લોકો નાર્કોલેપ્સી અને અન્ય રોગો જેવી ઊંઘની વિકૃતિઓથી પીડાય છે. સામાન્ય રીતે, ઊંઘની પેટર્ન ઘણા કારણથી બગડતી જોવા મળે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડૉ. યોગેશ એ.જોગસણ દ્વારા 1264 (620 પુરુષ અને 644 મહિલાઓ) લોકો પર કર્યો છે.

જેમાં 27.90% લોકો ઊંઘની સમસ્યાઓ અનુભવે છે.

21% પુરુષોને કોઈને કોઈ નીંદર સંદર્ભે સમસ્યાઓ છે.

36% સ્ત્રીઓને નિંદરની સમસ્યાઓ અનુભવે છે.

36.90% પુરુષોએ કહ્યું કે, નીંદરની સમસ્યા માટે વ્યસન અને સ્ટ્રેસ જવાબદાર છે.

45% સ્ત્રીઓએ કબૂલ્યું કે, આવેગિક સમસ્યાઓ અને ઘર કંકાસ નિંદરની સમસ્યા માટે જવાબદાર

કોરોના પછી નિંદરની સમસ્યાઓ વધી છે એવું 36% લોકોએ જણાવ્યું

જુદીજુદી ચિંતાથી નિંદર નથી આવતી એવું 21% લોકોએ જણાવ્યું

ઘર-કુટુંબની ચિંતાને કારણે 34.65% લોકોને ઊંઘની સમસ્યા અનુભવાય છે.

ઊંઘમાં વિક્ષેપ થવાના કારણો

તણાવપૂર્ણ જીવન
કૌટુંબિક જવાબદારીઓ
વ્યસ્ત જીવન
આંતરસ્ત્રાવીય
હતાશા
ચિંતા
થાક
બેચેની

સ્લીપ ડિસઓર્ડરના લક્ષણો

ઊંઘમાં મુશ્કેલી
દિવસભરનો થાક
દિવસ દરમિયાન ઊંઘવાની તીવ્ર ઇચ્છા
અસામાન્ય શ્વાસની પેટર્ન.
સૂતી વખતે અસામાન્ય હલનચલન અથવા અન્ય અનુભવો
ચીડિયાપણું અથવા ચિંતા
કાર્ય કરવાના સ્થળે નબળું પ્રદર્શન
ધ્યાનનો અભાવ
હતાશા
વજન વધવું

પ્રકારો

આપણે બધા જાણીએ છીએ કે સ્વસ્થ આહાર અને કસરત તંદુરસ્ત જીવન માટે જરૂરી છે એ સાથે જ પૂરતી ઉંઘ લેવી એ સ્વાસ્થ્ય માટે મહત્વનો મુદ્દો છે. ઊંઘ શરીરને આરામ અને ઊર્જા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે. ઊંઘ શારીરિક અને મનોવૈજ્ઞાનિક કાર્યો પર પણ અસર કરે છે.  ઊંઘની માત્રા અને ગુણવત્તા જાગતી વખતે શ્રેષ્ઠ સતર્કતા જાળવવામાં મદદ કરે છે. દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ-અલગ હોવા છતાં, પુખ્ત વ્યક્તિએ દિવસમાં આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ. જ્યારે બાળકોને 8 કલાકથી વધુ ઊંઘની જરૂર હોય છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application