આવતીકાલે વિશ્વ સિંહ દિવસ છે.ત્યારે એશિયાટિક સિહોના રહેઠાણ સાસણમાં આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્રારા રેલીનું પ્રસ્થાન કરાવાશે જેમાં હજારોની સંખ્યામાં સિંહ પ્રેમીઓ અને શાળાઓના વિધાર્થીઓ જોડાશે.
ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે,સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃત્તિ કેળવાય તે માટે ૧૦ ઓગસ્ટના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આવતીકાલે વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે યોજાઇ રહેલી ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.
એક વખત હતો કે, ગિરનાર જંગલમાં સિંહોની જૂજ સંખ્યા રહી હતી, સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજય સરકારના પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયો છે.ગુજરાત સરકારના સિંહ સંવર્ધન માટેના પ્રયાસોના પરિણામે ૬૭૪ (વર્ષ–૨૦૨૦ની ગણતરી પ્રમાણે) થઈ છે. રાય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહદર્શન માટે સાસણ અને દેવળીયા ઉમટે છે.
કુદરતી રીતે જ એશિયાઇ સિંહ એ ગુજરાત રાયના સૌરાષ્ટ્ર્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સિંહો સૌરાષ્ટ્ર્રના નવ જિલ્લ ાઓના અંદાજે ૩૦,૦૦૦ ચો. કિ.મી.માં વિહરતા જોવા મળે છે. જેને એશિયાટીક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્ર્રમાં ગીરનું જંગલ ૧,૮૮૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, ગીર જંગલમાં ગીર રાષ્ટ્ર્રીય ઉધાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય, પાણીયા વન્ય જીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે, તે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લ ાઓમાં ફેલાયેલું છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાય સરકારે તા.૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૫ના રોજ ગીરને વન્ય જીવ અભ્યારણ્ય તરીકે જાહેર કયુ હતું.વર્ષ–૨૦૧૩માં આફ્રિકન લાયન એન્વાયર્નમેન્ટ રિસર્ચ ટ્રસ્ટ સ્થાપકો દ્રારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શઆત ગુજરાત વન વિભાગ દ્રારા વર્ષ–૨૦૧૬થી કરવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલે સાસણગીર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં સિંહના મખોટા પહેરી વિધાર્થીઓ રેલીમાં જોડાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech