ભારતીય કરાટે સંઘની માન્યતા રદ કરતું વિશ્વ કરાટે મહાસંઘ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વિશ્વ કરાટે મહાસંઘ ગત વર્ષે ચૂંટણી દરમિયાન વિશ્વ સંસ્થાના નિયમો નું પાલન નહીં કરવાના કારણે ભારતીય કરાટે સંઘ'ની અસ્થાઈ રૂપે માન્યતા રદ કરી દીધી છે. ડબલ્યુડબલ્યુએફએ જણાવ્યું છે કે તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


ડબલ્યુ ડબલ્યુ એફના પ્રમુખ એન્ટોનિયોએ ભારતીય કરાટે સંઘના અધ્યક્ષ હરિપ્રસાદ પટનાયકને પત્ર મોકલી અને આ અંગે જાણકારી આપી હતી.

 

તેમણે પત્રમાં લખ્યું છે કે ભારતીય કરાટે સંઘની સ્થિતિની સમીક્ષા કર્યા પછીથી  નિયમો પ્રમાણે 22 જૂનથી માન્યતા અસ્થાયી રૂપે રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

વિશ્વ સંસ્થા એ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સભ્ય આંતરિક કલર ના કારણે ખુશ નથી જેના કારણે ગત વર્ષે જાન્યુઆરીમાં નિયમોનું ઉલ્લંઘન કરી અને ચૂંટણી યોજવામાં આવી હતી.

 

ડબલ્યુ ડબલ્યુ એમ ના અધ્યક્ષ દ્વારા લખવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ભારતીય કરાટે સંગ હવે નકામો બની ચૂક્યું છે કારણ કે એક જૂથની આગેવાની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે પદાધિકારીઓની ચૂંટણી ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી ત્યારે એક જૂથ આ બાબત પર નિયંત્રણ રાખવા માંગે છે. બીજા જૂથના ઉપાધ્યક્ષ ભરત શર્માને પદ પરથી હટાવવાની માગણી કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS