વિશ્વભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1 કરોડને પાર, 5 લાખથી વધુના મોત

  • June 28, 2020 09:12 AM 285 views

 

કોરોના વાયરસનો પ્રકોપ વિશ્વભરમાં વધી રહ્યો છે. વિશ્વભરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડને પાર પહોંચી ચુકી છે. જ્યારે આ જીવલેણ વાયરસના કારણે પાંચ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

 

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલો કોરોના વાયરસનો ચેપ વિશ્વભરના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વભરના દેશોના કેસના ડેટા પ્રમાણે, વિશ્વભરમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. આંકડા દર્શાવે છે કે વિશ્વના દેશોમાં કોરોના ચેપની સંખ્યા વધીને 10,081,545 થઈ ગઈ છે. જ્યારે આ ખતરનાક વાયરસના કારણે 5,01,298 લોકોનાં મોત નીપજ્યાં છે. એક સારી વાત એ છે કે કોરોના વાયરસથી સંક્રમિત 5,458,369 લોકો અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં રોગમુક્ત થયા છે.

 

હાલમાં અમેરિકાની સ્થિતિ ચેપની દ્રષ્ટિએ સૌથી ખરાબ છે. જ્યારે ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે અમેરિકા જેવા દેશોએ ચીન પર વાયરસના તથ્યો છુપાવવાનો આરોપ લગાવી રહ્યા હતા. પરંતુ હવે ચીનમાં સ્થિતિ લગભગ સામાન્ય છે અને અમેરિકાની હાલત ખરાબ છે. ત્યાં લગભગ 25 લાખ નાગરિકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે મૃત્યુઆંક પણ વધી  રહ્યો છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application