BREAKING NEWS

વાડીનારમાં નટબોલ્ટ છુટો કરતી વેળાએ કામદારનું નીચે પટકાતા મૃત્યુ

  • June 09, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાડીનારમાં નટબોલ્ટ છુટો કરતી વેળાએ કામદારનું નીચે પટકાતા મૃત્યુ

નયારા એનર્જી્ માટે સલામતી મુખ્ય પ્રાથમિકતા રહી છે અને રહેશે

વાડીનાર વિસ્તારમાં ખાનગી કંપનીમાં નટ બોલ્ટ છુટો કરતી વેળાએ એક કામદાર અકસ્માતે નીચે પટકાતા ઇજા સબબ સારવારમાં મૃત્યુ નિપજયુ હતું, દરમ્યાનમાં કંપની દ્વારા આ અંગે એક યાદી જાહેર કરીને શોકગ્રસ્ત પરિવાર પ્રતિ સહાનુભુતી દર્શાવીને સલામતી મુખ્ય પ્રાથમિકતા કંપનીન રહી છે અને રહેશે. 

બપોરે સીડીયુ-૨ પ્લાન્ટમાં એક ઘટના બની હતી, જેમાં આરબીએમ  ઇન્ફ્રાકોમ લિમિટેડના કામદાર  સિદ્ધરાજસિંહ અઘુભા જાડેજા (ઉંમર: ૩૬, રહેવાસી: મીઠોઈ ગામ) ત્રણ મીટરની ઊંચાઈએ બોલ્ટમાંથી નટ છૂટો કરવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે નાની ફ્લેશ ફાયરને કારણે તે ઊંચાઈ પરથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયા હતા. આથી તેમને તાત્કાલિક  તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં , જ્યાં તેમનું નિધન થયું હતું. 

દરમ્યાનમાં બનાવ સબંધે કંપની દ્વારા એક યાદી મારફત જણાવવામાં આવ્યુ હતું કે, કંપની આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડી રહી છે. નયારા  એનર્જી્ માટે સલામતી મુખ્ય પ્રાથમિકતા રહી છે અને રહેશે, અને અમે કામગીરીમાં સતત શિસ્તબદ્ધ અને માળખાગત અભિગમનું પાલન કરીએ છીએ. માનક પ્રક્રિયા મુજબ, ઘટનાનું કારણ શોધવા અને ભવિષ્યમાં આવી કોઈપણ ઘટનાને રોકવા માટે યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં આવે તેની ખાતરી કરવા માટે આંતરિક સમીક્ષા શરૂ કરવામાં આવી છે.

અમે સંબંધિત અધિકારીઓને પણ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. અમે અમારા બધા કામદારોની સલામતી અને સુખાકારી માટે પ્રતિબદ્ધ છીએ અને આ મહત્વપૂર્ણ સમયે જરૂરી સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News