નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજુ કર્યું છે. આ બજેટમાં એનડીએના સહયોગી દળ જેડીયુ અને ટીડીપીનું વિશેષ ધ્યાન રાખતા કેન્દ્ર સરકાર તરફથી આંધ્રપ્રદેશ અને બિહાર માટે કેટલીક મોટી જાહેરાત કરવામાં આવી છે. બિહાર અને આંધ્રપ્રદેશને મળેલ આ પેકેજ પર જ્યાં વિપક્ષ આરોપ લગાવી રહ્યો છે કે આ જાહેરાત મોદી સરકારને બચાવવા માટે કરવામાં આવી રહી છે તો ત્યાંજ બીજી તરફ બિહારના સીએમ નીતીશ કુમાર અને ટીડીપીના સાંસદ અને કેન્દ્રીય મંત્રીએ આ બજેટ પર ખુશી વ્યક્ત કરતા તેને આવકારક પગલું ગણાવ્યું છે.
આ દરમ્યાન આંધ્ર સીએમ ચંદ્રબાબુ નાયડુએ આ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે રાજ્ય વેન્ટિલેટર પર ચાલી રહ્યું હતું તેને બજેટે ઓક્સિજન આપવાનું કામ કર્યું છે. પરંતુ આ તો શરુઆત છે. હજુ ઘણુ કામ કરવાનું છે. આ માટે આંધ્રપ્રદેશના લોકો વતી હું પીએમ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માનું છું. તેમણે આપણા રાજ્યની જરૂરિયાતોને ઓળખી અને નાણાકીય વર્ષ 24-25ના કેન્દ્રીય બજેટમાં રાજધાની, પોલાવરમ, ઔદ્યોગિક ગાંઠો અને આંધ્રપ્રદેશના પછાત વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કેન્દ્રની આ સહાય આંધ્રપ્રદેશના પુનઃનિર્માણમાં ઘણી મદદરૂપ સાબિત થશે.
બજેટમાં બિહારને મળેલી ભેટ પર બોલ્યા નીતીશ કુમાર
બજેટમાં બિહારને મળેલી ભેટ પર પ્રતિક્રિયા આપતા જેડીયુ નેતા નીતીશ કુમારે કહ્યું કે, અમે શરૂઆતથી જ બિહારના લોકો માટે આર્થિક મદદની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમે સતત કેન્દ્ર પાસેથી વિશેષ રાજ્યના દરજ્જાની પણ માંગ કરી રહ્યા હતા. પરંતુ અમારી એ માંગ હતી કે આ તો અમે વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અથવા સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. આજે સરકાર તરફ જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી અમે ખુશ છીએ અને આ પગલાને આવકારીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech