નોકરી કરવાની સ્વતંત્રતા મળી છે પરંતુ નોકરિયાત સ્ત્રીઓની જવાબદારી બેવડાઈ જાય છે : આચાર્ય વનિતાબેન રાઠોડ

  • March 08, 2020 10:00 AM 633 views

 

વર્ષ ૨૦૧૨ થી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩. ના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. અરબિંદો સોસાયટી નવી દિલ્હી દ્વારા નેશનલ ઈનોવેટિવ ટીચર એવોર્ડ વિજેતા ૨૦૧૯, ૩ વાર રાજ્ય કક્ષાએ ઈનોવેટિવ ટીચર એવોર્ડ વિજેતા, ઉપરાંત વિવિધ ૬ રાજ્ય કક્ષાનાં એવોર્ડઅત્યાર સુધીમાં ૧૦ શોર્ટ ફિલ્મ બનાવી ૨૦૧૫ માં ’સાચો સહારો’ રાજ્ય કક્ષાએ અને ૨૦૧૮ મા એમની ’પૂણ્ય’ ફિલ્મ નેશનલ માં ગયેલ.  પર્યાવરણ જતન માટે તથા પ્લાસ્ટિક રીયૂઝ માટેની કામગીરી, સઘન વૃક્ષારોપણ વિવિધ વર્તમાનપત્રો તથા મેગેઝિન મા વિવિધ વિષયો પર લેખનકાર્ય કરે છે. તા ૫/૯/૧૯ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા ના શ્રેષ્ઠ આચાર્યા એવોર્ડથી સન્માનિત.  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમની સાથે પ્રેરણાત્મક વાતચીત સાંભળીએ.

 

૧) તમને પ્રેરણા કોઈ પાસેથી મળે છે કે તમારૂં પોતાનું મોટીવેશન છે ?

મારા વિચારો જ મારૂં મોટીવેશન છે... હું માનું છું કે પરિશ્રમ એ જ પારસમણિ છે અને કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી.

 

૨) હતાશાની ક્ષણોમાં તમને ટકાવી રાખનાર એક બાબત વિશે જણાવો.

મારા પુસ્તકો જ મારા મુખ્ય મોટીવેશન , ગાઈડ કહો કે મિત્ર બધું જ છે.

 

૩) તમારા ક્ષેત્રમાં સુવિધાઓ મળે છે ?

હું શિક્ષણ ક્ષેત્રમાં છું ત્યારે મારી શાળાને સુવિધાઓ કઈ રીતે મળે તે માટે હું પોતે જ જવાબદારી સ્વીકારીને પ્રયત્નશીલ રહું છું. ખૂબ મહેનત કરૂ છું, રિસેસ નથી લેતી, સરકારી શાળામાં છું ત્યારે સરકાર તરફથી મળે તે સિવાયની સુવિધાઓ માટે દાતાઓને પ્રોત્સાહિત કરું છું. છેલ્લા સાત વર્ષમાં મારી શાળાને ૧૭ લાખનું દાન મળ્યું છે. અને ઘણી બધી સુવિધાઓ પણ મળી છે.

 

૪) તમને જો કહેવામાં આવે તો તમારા ક્ષેત્રમાં તમે શું શું સુધારા કરવા માંગો ?

બાળકો વધુ શ્રમ નથી કરતા ત્યારે ગાંધીજીની શિક્ષણ નીતિ મુજબ શાળામાં અભ્યાસ કરાવવા માગીશ. જેમાં હાથ,હૈયું અને મસ્તક ત્રણેયનો સમન્વય કરી બાળકો પાસે સમૂહ કાર્ય કરાવવામાં આવે. ફરજિયાત માતૃભાષામાં જ શિક્ષણ તેમજ બાળકની અંદર રહેલી એક કળા વિકસાવવાની તક મળે તે પ્રકારનો બદલાવ લાવવા માંગુ છું.

 

૫) તમારા હાથમાં સત્તા આપવામાં આવે તો મહિલાઓ માટે તમે સૌથી પ્રથમ કયો નિર્ણય લો ?

માધ્યમિક ઉપરાંત ઉચ્ચ માધ્યમિક માં પણ દીકરીઓ માટે ફરજિયાત શિક્ષણ કરી નાખું તેમજ એક વખત પગભર થવા માટે સક્ષમ બની જાય પછી જ કૌટુંબિક જવાબદારી આવે તે રીતનાં ફેરફાર કરવા ઈચ્છું છું.

 

૬) તમારી દ્રષ્ટિએ મહિલાઓ માટે આજનું વાતાવરણ કેવું છે ?

ઘણું સારું છે, સ્વતંત્રતા મળી છે પરંતુ નોકરિયાત સ્ત્રીઓની જવાબદારી બેવડાઈ જતી હોય છે. સમાજમાં રહેલી સુરક્ષા અને ટેકનોલોજીનો લાભ જેટલો લેવાવો જોઇએ તેટલો લેતા મહિલાઓને આવડતું નથી. સ્ત્રીઓ સમાજમાં અસુરક્ષિત છે તેવું હાલ બહાર આવી રહ્યું છે. પહેલા પણ અમુક પ્રકારની ઘટનાઓ ઘટતી જ હતી પરંતુ બહાર આવતી ન હતી. આજે જે સ્ત્રીઓ બહાર કામ કરે છે તેઓ પોતાની જવાબદારીથી બહાર નીકળતી હોય છે. સમાજમાં સ્ત્રીઓની સુરક્ષા જોખમાતી હોય તેવું લાગી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application