Happy Women's Day : હું જ મારી પ્રેરણા , હું જ મારી તાકાત

  • March 08, 2020 09:51 AM 243 views

આપણા ઇતિહાસથી લઈને વર્તમાન સુધી મહિલાઓના જીવનધોરણમાં ઘણું બધુ પરિવર્તન આવ્યું છે. દેશના બંધારણ મુજબ દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. હવે આ અધિકારને સ્ત્રીઓ પણ સ્વીકારતી થઈ છે.જ્યારે સમાજમાં પણ તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે સુરક્ષાનો વિચાર કરીએ તો સ્ત્રીઓ એ પોતાની રીતે હજુ પણ સ્વાવલંબી બનવાની બનવું પડશે. મહદ અંશે એવું માનીએ છીએ કે સ્ત્રીઓ પહેલા અબળા હતી અને અત્યારે પણ શોષિત છે, પરંતુ આપણે મહિલા દિવસ નિમિત્તે એવી મહિલાઓ સાથે પરિચય મેળવીશું કે જેઓએ પોતાના વ્યક્તિગત જીવનમાં પોતાની કેડી કંડારી બીપી તેમની પ્રેરણાનું શ્રેય તેમના પિતા, પરિસ્થિતિ તેમજ વિચારોને આપ્યું હોય, પરંતુ તેમનું જીવન જ તેમનો સંદેશ છે. આ એવી સ્ત્રીઓ છે કે જેમણે ક્યારેય હાર નથી માની તેમજ પોતે જ પોતાના પુરુષાર્થ થકી અવિરત પોતાના ક્ષેત્રને વળગી રહી છે. તેમજ પોતે જ પોતાની પ્રેરણા અને તાકાત બની અને પોતાના ક્ષેત્રોમાં કાઠું કાઢ્યું છે. એટલું જ નહીં રાજકોટમાં રહીને સંગીત, શિક્ષણ તેમજ રમત-ગમત જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીયય કે આંતરરાષ્ટ્રીય સ્તરે એવોર્ડ મેળવીને શહેરને પણ ગૌરવ અપાવ્યું છે.

 


કોઈ પણ સમાજ હોય સમાજમાં સારી અને ખરાબ બંને પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. આવા સમયે આપણે ખરાબ બાબતો ને ઉજાગર થતી જોઈએ છીએ. જ્યારે સમાજમાં સારી બાબતો પણ હોય છે. સ્ત્રીઓની સ્થિતિ પહેલાંના વખતની સરખામણીમાં ખૂબ જ સારી છે. તેની સામે હજુ પણ કેટલાક અંશે સ્ત્રી અસુરક્ષિત પણ છે. પરંતુ સારાની સરખામણીમાં ખરાબ બાબતો ઓછી હોય છે. દરેક વખતે કોઇ અનિચ્છનીય બનાવ બને ત્યારે તેના માટે પુરુષ જવાબદાર હોતો નથી. સ્ત્રીઓએ પોતાની સુરક્ષા માટે પ્રયાસ કરવા જોઈએ. અને વર્તમાનને અનુરૂપ પોતાની સ્થિતિસ્થાપકતા બનાવવી જોઈએ. સ્ત્રીઓ જ્યારે વિવિધ ક્ષેત્રોમાં કાઠું કાઢી રહી છે ત્યારે તેની પાછળ પીઠ બળ આપનારા પુરુષો હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓની સાથે થઈ રહેલી ખરાબ ઘટનાઓમાં પણ ઘણાપુરુષોએ તેને મદદ કરી હોય તેવું બનતું હોય છે. તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તે ક્ષેત્રમાં પડકાર તો હોવાના જ, પરંતુ આ પડકારોને તમે કઈ દ્રષ્ટિએ લો છો તેના આધારે તમારી સફળતા નિર્ધારિત થતી હોય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી રાજકોટની મહિલાઓ વિશે આપણે અહીં વાત કરીશું કે જેમણે પોતાના ઘર-પરિવાર, સમાજ સહિત સ્ત્રીઓની શ્રેણીમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકીને સ્ત્રી જાતિને અનોખું ગૌરવ અપાવ્યું છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application