શું તમે જાણો છો કે ત્રણમાંથી એક મહિલા એકાકીપણુ અનુભવે છે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસના કારણે દુનિયાભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે આ સમયે સ્ત્રીઓ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહી છે. 

 

યુનિવર્સિટી ઓફ એસએક્સના સંશોધનકર્તા દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણમાંથી એક મહિલા આ સમયે એકાકીપણું અનુભવ કરી રહ્યું છે.

 

પુરુષોની તુલનામાં મહિલાઓ માનસિક સમસ્યા વધારે જોવા મળી રહી છે. આ મહામારીના સમય દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યામાં ફરિયાદો માં 7 ટકા થી વધી અને 18 ટકા થઇ ગઇ છે.


ઓનલાઈન કોમ્યુનિટી વુમન ઇન્ટરેક્ટિવ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે આ મહામારીના સમય પહેલા પુરુષો વધારે એકાકીપણું મહેસુસ કરતા હતા.

 

કોરોનાની મહામારી પહેલા 22 ટકા પુરુષો અને તેની સરખામણીમાં 18 ટકા મહિલાઓ એકાકીપણું અનુભવ કરતી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન 55 ટકા પુરુષોની સરખામણીમાં 61 ટકા મહિલાઓ એકાકીપણું અનુભવી  રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS