ફિડે મહિલા ચેસ ટુર્નામેન્ટમાં ભારતની હરિકાદ્રોણવલ્લી પહોંચી ગ્રા.પીમાં

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતની બીજા ક્રમની મહિલા ખેલાડી હરીકા દ્રોણવલ્લીએ આખરે પોતાના ત્રીજા પ્રયાસમાં ફીડે મહિલા સ્પીડ ટેસ્ટના ત્રીજા ચરણ એટલે કે ગ્રા.પીની જગ્યા બનાવવામાં સફળ થઇ છે અને પ્રથમ બે મુકાબલામાં નબળી જોવા મળી હતી, પરંતુ ત્રીજા ચરણ માં રમતી વખતે તે પહેલેથી જ ઉત્સાહમાં જોવા મળી હતી.

 

પ્રથમ બે દિવસની ટુર્નામેન્ટમાં ક્રમશઃ 5+1 અને 3+1 મિનિટ સુધી ચાલી હતી ત્યારે બુલેટ ચેસ 1+1 મિનિટના મુકાબલામાં હરી કા પહેલા તો ટોચના આઠમાં જગ્યા બનાવી શકી હતી,

 

 તેના સિવાય  યુક્રેનની નતાલિયા ઝુખોવા, પેરીની કોરી દેસી, રશિયાની ગુનીલ બરટેલીના, જ્યોરજીયાની નાના દગ્નિળજે અને નિનો ખોમરકી, રશિયાની કઅશ્લિન્સકાયા અને અજરબેજનની ગુણય મમમદજડા પણ પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.

 

પ્લેઓફમાં આ મુકાબલામાં હરિકા એ પહેલા રશિયાની ગુના બાટલીનાને 2-0  થી માત આપી હતી અને ટોચના ચાર માં જગ્યા બનાવી હતી ત્યારબાદ રશિયાની જ અલીનાને 2-0 થી હરાવીને ગ્રા પીમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની ગઈ છે.

 

અઝરબૈજાની મમમદજડાએ પેલા યુક્રેનની નતાલિયાને 2-0 થી અને પછી જ્યોર્જિયાની નાના દગ્નિડજેને માત આપી અને ગ્રા પીમાં પ્રવેશ કરી લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS