ભાવનગર જિલ્લાની વધુ ર ગ્રામ પંચાયતના મહિલા સરપંચો સસ્પેન્ડ

  • February 14, 2020 11:41 AM 38 views

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના રતનપર (ગા) અને પાલિતાણાના રતનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ઝિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડનું પરબડીયું આપી દેતા ચકચાર મચી હતી.
વલ્લભીપુર તાલુકાના રતનપરણા ગ્રામ પ:ચાયતના સરપચં વિજયાબેન મનોહભાઇ મકવાણાએ સરકારી પડતર જમીન પરના ગાંડા બાવળો નમિયોનો ભગં કરી સફાઇ સહિતનો ખર્ચ સ્વભંડોળમાં ઉધાર્યેા હોવા  અંગે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ થયેલી  રજુઆત બાદની તપાસ દરમ્યાન તથ્ય જણાતા ડીડીઓ વરૂણકુમાર બરનવાલે તાકિદની અસરથી વિજયાબેન મોહનભાઇ મકવાણાને સસ્પેન્ડ કરી હોદ્દા પરથી દુર કરાયા હતાં.


જયારે પાલિતાણા તાલુકાના રતનપર ગ્રામ પંચાયતના સરપચં મમતાબેન  પ્રવિણભાઇ ગોધાણીએ ગ્રા.પં.ના બેન્ડક ખાતામાં નમુનાની સહિમાં ફેરફાર કરવાના ઓઠા હેઠળ પ માસ સુધી બેઠક ન બોલાવી રકમનું ચુકવણું કરી નાણાંકીય ઔચિત્ય, સિધ્ધાંતના ભગં સબબ જિલ્લા વ્કિસ અધિકારી વરૂણ કુમાર બરનવાલે મમતાબેન પ્રવિણભાઇ ગોધાણીને સસ્પેન્ડ કરતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી હતી.

 

  • ભાટકડા ગ્રા.પં.ના સભ્યને ઘર ભેગા કરાયા

મહત્પવા તાલુકાના ભાટકડા ગ્રામ પંચાયતના સભ્ય કાળુભાઇ બાધુભાઇ બારૈયાએ સરકારી પડતર જમીન પર થયેલું દબાણ દુર કરાવવાના બદલે પોતે ભાટકડા રોડ પરની સરકારી પડતર જમીન પર દુકાન બનાવી ખુદ દબાણ કર્યાની થયેલી રજુઆત બાદ ડીડીઓ બરનવાલે કાળુભાઇ બાધુભાઇ બારૈયાને સભ્ય પદેથી દુર કર્યા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application