ઓલમ્પિકમાં સારા પ્રદર્શન માટે કટિબદ્ધતા વ્યક્ત કરતા મહિલા હોકીના ખેલાડીઓ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અર્જુન પુરસ્કાર માટે નામાંકન થયા બાદ વંદના કટારીયા અને મોનિકાએ ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે મહિલા હોકી ટીમમાં યુવાન અને અનુભવી ખેલાડીઓ નું સારો સંતુલન છે. ટોક્યો ઓલમ્પિકમાં ઉમદા પ્રદર્શન કરવું તેમનું એકમાત્ર લક્ષ્ય છે.

 

હોકી ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ નામાંકન બાદ વંદનાએ જણાવ્યું હતું કે અમે અત્યારે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ ટીમમાં સંતુલન સારું છે અને અમે આગળ વધતા રહેવા માગીએ છીએ.

 

તેમણે જણાવ્યું હતું કે ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેને એ બાબતની ખાતરી છે કે ઓલમ્પિકમાં તેઓ સારું પ્રદર્શન કરી શકશે. મોનિકાએ જણાવ્યું કે તમામ ખેલાડીઓ પોતાની આવડત અને વધારે નિખારવા માટે મહેનત કરી છે.

 

તેણે એ પણ જણાવ્યું હતું કે અમારા તમામ નું એક માત્ર લક્ષ્ય છે કે ઓલમ્પિકમાં સારું પ્રદર્શન કરીએ. તેણે પોતાની આવડત અને મહેનત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

અને કહ્યું હતું કે અમે કોઇ કસર છોડશો નહીં અને ટીમના અનુભવી તથા યુવાન ખેલાડીઓ નું સુંદર મિશ્રણ છે જેથી ટેકનિકલ રીતે પણ આપણે ઉતરતા નથી અમે ઓલિમ્પિકનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS