મહાપાલિકામાં 36 મહિલા કોર્પોરેટર: કોને પદ મળશે ?

  • March 08, 2021 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડે.મેયર, સ્ટે.કમિટી ચેરમેન, શાસકપક્ષના નેતા, શાસકપક્ષના દંડક સહિતના મુખ્ય પાંચ પદ ઉપરાંત વિવિધ 15 કમિટીઓના ચેરપર્સન પદ છે. કુલ 72 કોર્પોરેટરમાંથી 68 કોર્પોરેટર ભાજપ્ના છે અને ચાર કોર્પોરેટર વિપક્ષ કોંગ્રેસના છે. મહિલા અનામતનો કાયદો લાગુ થયો ત્યારથી દરેક વોર્ડમાં બે મહિલા કોર્પોરેટર ફરજિયાત હોય છે પરંતુ મહિલા કોર્પોરેટર ચૂંટાયા બાદ તેમને અપવાદપે જ મહત્વના પદ ઉપર નિમણૂક અપાઈ છે. જો મહિલાઓને પદ પર નિમણૂક અપાય તો જ ખરા અર્થમાં મહિલા અનામતનો હેતુ સિધ્ધ થાય છે.

 

 

રાજકોટ મહાપાલિકામાં ચૂંટાયેલા કુલ 72 કોર્પોરેટરોમાંથી 36 મહિલા કોર્પોરેટર છે જેમાં વોર્ડ નં.1માં ભાનુબેન બાબરિયા અને દુગર્બિા જાડેજા, વોર્ડ નં.2માં ડો.દર્શિતા શાહ અને મીનાબા જાડેજા, વોર્ડ નં.3માં અલ્પાબેન દવે અને કુસુમબેન ટેકવાણી, વોર્ડ નં.4માં કંકુબેન ઉધરેજા અને નયનાબેન પેઢડિયા, વોર્ડ નં.5માં રસિલાબેન સાકરિયા અને વજીબેન ગોલતર, વોર્ડ નં.6માં દેવુબેન જાદવ અને મંજુબેન કુંગશિયા, વોર્ડ નં.7માં વષર્બિેન પાંધી અને જયશ્રીબેન ચાવડા, વોર્ડ નં.8માં ડો.દર્શના પંડયા અને પ્રીતિબેન દોશી, વોર્ડનં.9માં દક્ષાબેન વસાણી અને આશાબેન ઉપાધ્યાય, વોર્ડ નં.10માં જયશ્રીબેન ટિલાળા અને ડો.રાજેશ્ર્વરી ડોડિયા, વોર્ડ નં.11માં ભારતીબેન પાડલિયા અને લીલુબેન જાદવ, વોર્ડ નં.12માં મીતાબેન લાઠિયા અને અસ્મિતાબેન દેલવાડિયા, વોર્ડ નં.13માં જયાબેન ડાંગર અને સોનલબેન સેલારા, વોર્ડ નં.14માં ભારતીબેન મકવાણા અને વષર્બિેન રાણપરા, વોર્ડ નં.15માં ભાનુબેન સોરાણી અને કોમલબેન ભારાઈ, વોર્ડ નં.16માં ચિતાબેન જોશી અને કંચનબેન સિધ્ધપુરા, વોર્ડ નં.17માં અનિતાબેન ગોસ્વામી અને કીર્તિબા રાણા તેમજ વોર્ડ નં.18માં ભારતીબેન પરસાણા અને દક્ષાબેન વાઘેલા ચૂંટાઈ આવ્યા છે. કુલ 72માંથી આ 36 કોર્પોરેટરમાંથી હવે કોને પદ મળશે ? તે જોવાનું રહ્યું. આજે ગાંધીનગર સી.એમ. બંગલો ખાતે ભારતીય જનતા પાર્ટીની પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક સાંજે 7 કલાકે યોજાનાર છે જેમાં રાજકોટ મહાપાલિકાના નવા પદાધિકારીઓના નામ ફાઈનલ થઈ જશે તેની સત્તાવાર જાહેરાત તા.12 માર્ચના સવારે 11 કલાકે સ્પેશિયલ બોર્ડ મિટિંગમાં કરાશે.

 


રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ ભાવનાબેન જોશીપુરાને મેયરપદે નિયુકત કરાયા હતા ત્યારબાદ સંધ્યાબેન વ્યાસ, રક્ષાબેન બોળિયા અને છેલ્લે બિનાબેન આચાર્ય સહિતના મહિલાઓ મેયરપદે આવી ચૂકયા છે. ચાલુ ટર્મ 2021-2026માં પણ પાછલા અઢી વર્ષની મેયરપદની ટર્મ મહિલા અનામત છે જ. સામાન્ય રીતે ડેપ્યુટી મેયરપદે મહિલાને નિયુકત કરાય છે તેવી રાજકીય પરંપરા રહી છે. ગત ટર્મમાં ડો.દર્શિતા શાહ ડેપ્યુટી મેયર બન્યા હતા અને તેમણે પ્રશંસનિય કામગીરી કરી બતાવી હતી. જ્યારે આગામી તા.12 માર્ચના રોજ જાહેર થનાર પદાધિકારીઓમાં પણ ડેપ્યુટી મેયરપદ માટે મહિલા કોર્પોરેટર માટે ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે. અગાઉ એક વખત ભારતીય જનતા પાર્ટીએ શાસકપક્ષના નેતાપદે પણ મહિલાને નિયુકત કરવાનો પ્રયોગ કર્યો હતો અને બિનાબેન આચાર્યને શાસકપક્ષના નેતા બનાવ્યા હતા અને તેઓ નેતાપદે સફળ પણ રહ્યા હતા.

 


રાજકોટમાં છેલ્લા વર્ષોમાં મહિલા મતદારોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે અને તેમનું મતદાન પણ વધ્યું છે તે બાબત નોંધપાત્ર કહી શકાય તેવી છે. આજે તા.8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે તેની ઉજવણી ખરા અર્થમાં ત્યારે જ સાકાર થાય કે જ્યારે મહિલા કોર્પોરેટરોને મહત્વનું પદ આપવામાં આવે અને તે પદ આપવામાં આવ્યા બાદ તે સ્વતંત્ર રીતે કામ કરી શકે. જો કે બને છે એવું કે જ્યારે પણ મહિલા કોર્પોરેટરને પદ આપવામાં આવે ત્યારે તેઓ સ્વતંત્ર હોતા નથી. કયારેક પાર્ટીની નેતાગીરીને તો કયારેક પોતાના પરિવારજનોની નેતાગીરીમાં જ તેમને કામ કરવાનું આવે છે તેથી તેઓ પોતાના દૃષ્ટિકોણને સંપૂર્ણપણે અમલી કરી શકતા નથી. મહિલા કોર્પોરેટરનું ખરું સન્માન ત્યારે થયું જણાય કે જ્યારે તેમને સ્વતંત્ર રીતે કામ કરવાની તક મળે. અમુક મહિલા કોર્પોરેટરને તો ફકત સહી કરવાની જ જવાબદારી આવે છે.

 

તેમને કરવાની થતી કામગીરી પક્ષ મારફતે અથવા તો તેમના પરિવારજનો મારફતે કરી નાખવામાં આવતી હોય છે. અમુક મહિલા કોર્પોરેટરના લેટરપેડમાં પણ તેમના પતિદેવના નામ સાથેનું પુરું નામ મોટા અક્ષરમાં લખેલું હોય છે ! ચેરપર્સન તેમના પત્ની હોય પરંતુ ચેર પર તેમના પતિદેવ બેઠા હોય, આવું ફકત રાજકોટમાં જ નહીં પરંતુ રાજ્યભરની ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં જોવા મળે છે. મહિલા અનામતનો હેતુ સાર્થક કરવા માટે ખરેખર દરેક મહિલા કોર્પોરેટરે જ્યારે તેમની ટર્મ પૂર્ણ થાય ત્યારે એ બાબતનું પણ ઓડિટ કરવું જોઈએ કે તેમણે મહિલાઓ માટે શું કામગીરી કરી ? ઘણા કિસ્સામાં તો મહિલા કોર્પોરેટર પદ પર આવે છે પરંતુ ટર્મ પુરી થાય ત્યાં સુધીમાં તેઓ મહિલાઓ માટે કંઈ કરી શકતા નથી તે પણ એક વાસ્તવિકતા છે.

 


બીજી બાજુ રાજકોટ મહાપાલિકામાં ફકત મહિલા કોર્પોરેટરોનો જ દબદબો છે તેવું નથી. ખરેખર તો મહિલા કોર્પોરેટરની સંખ્યા ફકત 32 છે તેની સામે મહાપાલિકામાં મહિલા અધિકારીઓ અને ઈજનેરોની સંખ્યા તો તેનાથી પણ વધુ છે. ખાસ કરીને છેલ્લે નવી ભરતીમાં આવેલા વોર્ડ ઓફિસરો વિગેરેમાં મહિલાઓની સંખ્યા વધી છે. સિટી એન્જિનિયર (હાઉસિંગ) અલ્પ્ના મિત્રા, આસિસ્ટન્ટ કમિશનર (ટેકસ બ્રાન્ચ) વાસંતીબેન પ્રજાપતિ પણ મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યા છે. તદ્ ઉપરાંત વોર્ડ ઓફિસરોમાં વોર્ડ નં.1ના ઓફિસર નિલમ આઈ. બેલીમ, વોર્ડ નં.8ના ઓફિસર સુનિશા આર. માણેક, વોર્ડ નં.2ના ઓફિસર કિંજલ એન. ગણાત્રા, વોર્ડ નં.7ના મહિલા ઓફિસર આરતી આર. નિમ્બાર્ક, વોર્ડ નં.13ના ઓફિસર ફાલ્ગુની બી. કલ્યાણી, વોર્ડ નં.14ના ઓફિસર હેમાદ્રીબા ઝાલા, વોર્ડ નં.15ના ઓફિસર નિશા કે. જાદવ પણ ખુબ સુંદર કામગીરી કરી રહ્યા છે. આ ઉપરાંત વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓમાં પણ મહાપાલિકાની વિવિધ 40 શાખાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં મહિલા કર્મચારીઓની કામગીરી ખરા અર્થમાં પ્રશંસનિય છે. આગામી દિવસોમાં ફાયરબ્રિગેડ શાખામાં થનારી ભરતીમાં પણ મહિલા ઓફિસરની નિમણૂક કરવામાં આવનાર છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS