મોટા ભાગની ભારતીય મહિલાઓ અવગણે છે તેની આ બીમારીને, જાણો સારવાર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


ભારતમાં દર ત્રણમાંથી એક મહિલા આ સમસ્યાની શિકાર છે તેમ છતાં ઘણી બધી લાપરવાહીથી વર્તતી હોય છે. કેબીસી ૪૫ વર્ષની ઉંમરની મહિલાઓ તેની શિકાર હોય છે. જે મહિલા તાજેતરમાં જ માં બની હોય યુવાન હોય કે પછી ઘણી બધી વખત માતા બની ચૂકી હોય છે તેઓને આ સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે આ ઉંમરમાં આ સંકેતોને અવગણવાથી આ સમસ્યા વકરી શકે છે.


પીસીએસનું મોટું કારણ શરીરનું બંધારણ તેમજ હોર્મોનલ ગડબડને માનવામાં આવે છે.ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફાર તેમજ વજન વધી જવાના કારણે પેલ્વિક એરિયાની એનેટમીમાં ફેરફાર થાય છે. આ કારણે ઓવરીની નસ પરનું દબાણ વધે છે. જેના કારણે નસોની દીવાલ નબળી પડી અને ફેલાવા લાગે છે. એવું થવાના કારણે વાલ્વ સંપૂર્ણ રીતે બંધ થતો નથી. જેથી લોહી ફરીથી વહી અને શિરાઓમાં પરત ફરે છે. જેને રિફ્લેક્સ કહેવામાં આવે છે. તેના કારણે આ એરિયામાં લોહીનું પ્રમાણ વધી જાય છે અને દુખાવો થવા લાગે છે. પી સી એસ નાભિની નીચે અને બંને નિતંબોની વચ્ચે હોય છે.

 


પેલ્વિક કન્સેશન સિન્ડ્રોમના લક્ષણો


1.પેટની નીચેના ભાગમાં વજન તેમજ દબાણનો અનુભવ થવો.

 

2.પેટની નીચેના ભાગમાં ચોક અને દુખાવા ની અનુભૂતિ થવી.

 

3.યુરિન પાસ કરતી વખતે દુખાવો થવો.

 

4.વધારે વખત ઉઠક બેઠક કરવા માં દુખાવો થવો.

 

5.શારીરિક સંબંધ બનાવતી વખતે દુખાવો થવો.

 

6.પેલ્વિક એરિયામાં લાંબા સમય સુધી પીડા થવી.

 

7.આ પીડાને અવગણના કરવાના બદલે તુરંત જ ડૉક્ટરની સલાહ લો.


શું છે તેનો ઈલાજ

 

નોન સર્જીકલ પ્રક્રિયામાં આ સમસ્યા દ્વારા છુટકારો મેળવી શકાય છે. આ પીસીએસની મીનીમલી ઇનવેસીવ ટ્રીટમેન્ટ છે. જેમાં ખરાબ નશો ને બંધ કરી દેવામાં આવે છે જેથી તેમાં લોહી જમા ન થાય. આ એમબલાઈશન બિલ્ડિંગને રોકવામાં બહુ જ કારગત નીવડે છે. ઓપન સર્જરીની તુલનામાં ખૂબ જ સરળ છે. માત્ર ટૂંકાગાળાની પ્રક્રિયા હોય છે. તે કર્યા બાદ તમને થોડી પીડાની અનુભૂતિ થાય છે પરંતુ આગામી થોડા દિવસોમાં તમને તેમાંથી છુટકારો મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS