મહિલા માત્ર પોતાના પગ બતાવીને કમાઈ રહી છે કરોડો રૂપિયા...!

  • July 31, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિસી સ્વીટ નામની મહિલાના કહેવા પ્રમાણે તે પોતાના પગની તસવીરો લઈને ઘરે બેસીને પૈસા કમાઈ રહી છે. આ માટે તેને કોઈ ખાસ પ્રયત્ન કરવાની જરૂર નથી અને પુરુષો તેના પગ જોવા માટે હસતા હસતા તેના પર હજારો અને લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.


ક્રિસી સ્વીટનો દાવો છે કે તે ફન વિથ ફીટ નામના પ્લેટફોર્મ પર તેના ફોટા વેચી રહી છે અને તેણે છેલ્લા 2 વર્ષમાં £190,000 એટલે કે ભારતીય ચલણમાં રૂ. 2 કરોડથી વધુ કમાણી કરી છે. ક્રેસી કહે છે કે તે એક બારમાં કામ કરતી હતી અને હેરડ્રેસર તરીકે વધારાના પૈસા પણ કમાતી હતી. કોવિડ દરમિયાન તેણે નોકરી ગુમાવી દીધી હતી અને ફરીથી જોડાવામાં સમસ્યા હતી. તેણે પગના ચિત્રો વેચવાનું શરૂ કર્યું અને સારી કમાણી શરૂ કરી.


ક્રેસી જણાવે છે કે પહેલા જ્યારે તેને 20 હજાર રૂપિયા મળ્યા તો તેને ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેણી વિવિધ પ્રકારનાં ફૂટવેર પહેરેલા, લોશન લગાવતી અને માલિશ કરતી તેના પગની તસવીરો પોસ્ટ કરે છે. મહિલાનું કહેવું છે કે આ કામમાં તેણે પોતાનો ચહેરો બતાવવાની જરૂર નથી પ્લેટફોર્મ પર માત્ર પગનો ફોટો મુકવાનો હોય છે. લોકો કેક પર ચાલવાથી માંડીને બેકડ બીન્સ પર ચાલવા સુધીની વિચિત્ર વિનંતીઓ મોકલે છે અને તેના માટે તેણીને રૂપિયાની ચૂકવણી પણ કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application