નશામાં અકસ્માત બાદ પોલીસની ઓળખ આપનાર મહિલા ઝડપાઇ

  • March 06, 2021 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલાની હત્યા, હનીટ્રેપ સહિતના ગુનામાં સંડોવણી: મહિલા સામે અકસ્માત સર્જવા ઉપરાંત પોલીસની ખોટી ઓળખ આપવા અંગેનો ગુનો નોંધાયો

 


શહેરના ઢેબર રોડ પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, આ મહિલાએ નશાખોર હાલતમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જયો હતો તેમજ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હોવાનું ખુલતાં તેની સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને ગોંડલ રોડ પરથી ઝડપી લીધી હતી.

 


ઢેબર રોડ પર બોમ્બે પેટ્રોલ પંપ્ની સામે શુક્રવારે રાત્રીના વંદના ખાંભલા નામની (ઉ.વ.28) મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.આ મહિલા સ્કૂટર સ્લીપ થતા પટકાઇ હતી, ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને મહિલાને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વંદનાએ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફ સમક્ષ પોતાની ઓળખ મહિલા પોલીસ તરીકે આપી હતી. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી, જોકે પોલીસ પહોંચી તે પૂર્વે મહિલા નાસી ગઇ હતી.
સામાપક્ષે અકસ્માતનો ભોગ બનનાર વાહન ચાલકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વંદના નશાખોર હાલતમાં હતી અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપતી હતી.જેથી ભક્તિનગર પી.આઈ જે.ડી.ઝાલાની સૂચનાથી મુળ વિરમગામની અને હાલમાં રાજકોટ રહેતી વંદના ઉર્ફે વંસીકા પરષોતમ વાઘેલા સામે અકસ્માત અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધ્યો હતો.

 


દરમિયાન આ પોલીસની છબી ખરડાઈ તેવું કૃત્ય આચરવાના આ બનાવના પગલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી વંદના ઉર્ફે વંસીકાને ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ વિરનર્મદ ટાઉનશીપમાંથી ઝડપી લઈ ભક્તિનગર પોલીસના હવાલે કરી હતી.

 


આ મહિલા અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલા જામનગરના વૃદ્ધની હત્યાના ગુનામાં સંડોવાઈ ચુકી હોવાનું જાણવા મળ્યું હતું. વૃદ્ધને અહીં યુવતીની લાલચે બોલાવી તેને ધમકી આપતા તેમનું મોત થયું હતું.આ ઉપરાંત હનીટ્રેપ્ના અન્ય એક ગુનામાં રાજકોટ તાલુકા પોલીસ અને સાવરકુંડલા પોલીસ મથકના ચોપડે ચડી ચુકી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS