તળાજા પંથકની મહિલાને ઓફીસે બોલાવી માર મારી આચર્યુ દૂષ્કર્મ

  • April 22, 2021 11:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપી ફોન પર છેલ્લા એક વર્ષથી મહિલા પાસે બિભત્સ માંગણી કરતો હતો

 


તળાજા પંથકની એક મહિલા પર એક શખ્સે તેના સાથીદારોની મદદથી દુષ્કર્મ આચરી પીડિતાને તથા તેના પતિ અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

 


તળાજા પંથકની મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અનસ હબીબભાઈ પઠાણ દ્વારા છેલ્લા એક વર્ષથી ફોનમાં સંપર્ક કરી બિભિત્સ માંગણી, પજવણી અને ધાકધમકી આપતો હતો પરંતુ મહિલા આબ જવાની બીકે ચુપ રહી મુંગા મોઢે બધુ સહન કરતી હતી. પરંતુ ગત 19/4ના અનસે ઈમલો વોરો અને કાળું ધોબીની મદદગારી લઈ મહિલાને તેની ઓફિસે બોલાવી દુષ્કર્મ આચરી ઢીકા પાટું મારેલ અને ધમકી આપી કે ‘ચુપ રહેજે, દેકારો કરતી નહી, નહીતર તાં ગળું દબાવી અત્યારે જ મારી નાખીશ અને પતિ અને દિકરીને વાત કરતી નહી નહીતર બધાને જાનથી મારી નાખીશ.’

 


આ બાદ ગત 20/04ના રાત્રી દરમિયાન તેમના પતિ ગાડીનું ભાડુ કરવા ભચ ગયેલા હોય ત્યારે રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ આવી કહ્યું કે, ગઈકાલની વાત કોઈને કરીશ તો હું તાં ખુન કરી નાખીશ. આ પછી બીજે દિવસે હું અનસના ભાઈ અકબર પઠાણ, તેની પત્નિ જેબાબેન, અનસના પત્નિ શબુબેન સહિતના તેમના પરિવારના લોકોને આ વાત કરતા તેમણે મારી વાત સાંભળી નહી.

 


આ પ્રકારે તળાજા પોલીસ મથકમાં તેણીએ નોંધાવેલી ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS