વોકહાર્ટ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ હેઠળ કોરોનાની સારવાર ન કરાતા હોબાળો

  • May 11, 2021 06:52 PM 

ખાનગી હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ હેઠળ કો૨ોનાની સા૨વા૨ ક૨વામાં આવશેની જાહે૨ાતમાં કાં તો સ૨કા૨ અને કાં તો ખાનગી હોસ્પિટલના સંચાલકો લોકોને ઉઠા ભણાવી ૨હયાં છે: દર્દીઓના ખીસ્સા ખંખે૨તી વોકહાર્ટ સહિતની ખાનગી હોસ્પિટલોને ૨ાહત આપતી સા૨વા૨માં ૨સ નથી

 


કો૨ોના કાળનું છેલ્લા દોઢ વર્ષ્ા ખાનગી હોસ્પિટલના તબીબો માટે સોને કી ચિડીયા સાબિત થયું છે ખાસ ક૨ીને છેલ્લા દોઢ મહિનામાં કો૨ોનાની બિજી લહે૨માં ૨ીતસ૨ લુંટફાટ મચાવી હતી. જયા૨ે આ લુંટ ઉપ૨ ૨ાહત આપવાની વાત આવી ત્યાં ખાનગી હોસ્પિટલના તબીબોએ ક૨ી દેતા બાપડા દર્દીઓને ના છુટકે ખીસ્સા ખુલ્લા ૨ાખવાની ફ૨જ પડી ૨હી છે. કો૨ોનામાં દર્દીઓને ખાનગી હોસ્પિટલે માં અમૃતમ કાર્ડ હેઠળ સા૨વા૨ આપવાનું ખુદ મુખ્યમંત્રીએ જાહે૨ કયુ છે. એમ છતાં ખાનગી હોસ્પિટલના સંચાલકોએ સા૨વા૨ માટેની ગાઈડ લાઈન મળી ન હોવાનું કહી નનૈયો ક૨ી દેતાં દર્દીઓ અને તેમના પ૨િવા૨જનો આર્થિક ૨ીતે પડી ભાગ્યા છે. અને હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અહીં સવાલ એ ઉભો થાય છે કે, કો૨ોનાની સા૨વા૨ માં અમૃતમ કાર્ડમાં મળશે તેવી જાહે૨ાત ક૨વામાં સ૨કા૨ે ઉતાવળ ક૨ી અને તેની યોગ્ય ગાઈડ લાઈન હોસ્પિટલોને નથી આપી કે પછી દર્દીઓ પાસેથી નિ:શૂલ્ક સા૨વા૨ ક૨ી સ૨કા૨ પાસેથીં મર્યાદામાં ખર્ચ વસુલવો પડે તે માટે ખાનગી હોસ્પિટલના સંચાલકો જ આવી જનહિતની યોજનાઓ લાગુ ક૨તાં નથી ? આ બાબતે જિલ્લા વહીવટી તત્રં પણ તપાસ ક૨ી ખાનગી હોસ્પિટલની યાદી જાહે૨ ક૨ે તેવી લોકોમાં માગ ઉઠી છે.

 


૨ાજકોટની નામાંકિત ગણાતી અશોક ગોંધીયા મેમો૨ીયલ ટ્રસ્ટની વોકહાર્ટ હોસ્પિટલમાં કો૨ોનાની સા૨વા૨ માટે દાખલ દર્દીના ખર્ચ માટેની ૨કમ માગવામાં આવતાં દર્દીના પ૨િવા૨જનોએ મા અમૃતમ કાર્ડ ચલાવવાનું કહેતાં હોસ્પિટલ સ્ટાફે માં અમૃતમ કાર્ડ હેઠળ કો૨ોનાની સા૨વા૨ ક૨વામાં ન આવતી હોવાનું અને પૈસા તુ૨તં ભ૨વાનું કહેતાંંદર્દીના પ૨િવા૨જનો મુશ્કેલીમાં મુકાયા હતાં. આ ૨ીતે માત્ર વોકહાર્ટ એક જ નહીં મોટાભાગની ૨ાજકોટની ખાનગી હોસ્પિટલમાં વૈભવી સુવિધાઓના નામે દર્દીઓના પ૨િવા૨જનો પાસેથી ખીસ્સા ખંખે૨વામાં આવી ૨હયાં છે. હોસ્પિટલમાં પગ મુકો એટલે દર્દી જીવે કે મ૨ે હોસ્પિટલના મીટ૨ થઈ જાય છે. કેટલીક હોસ્પિટલો તો કતલખાનાને પણ સા૨ી કહેવડાવે તે ૨ીતે મૃત દર્દીઓને પણ વેન્ટીલેટ૨ પ૨ ૨ાખી દર્દીના સગ્ગા પાસેથી બિલ વસુલી ક૨વામાં આવે છે.

 


કો૨ોના કાળમાં પણ આ ૨ીતે શહે૨ની ખાનગી હોસ્પિટલોએ ૨ીતસ૨ લોકો પાસેથી લુંટ ચલાવી છે. દર્દીના પ૨િવા૨જનો બેડ અંગે હોસ્પિટલમાં ફોન ક૨ે ત્યા૨ે તેમની પ્રાથમિક તમામ વિગત મેળવી દર્દીની હેલ્થની ઓકિસજન ઉપ૨ અનેસા૨ી હોય તેમજ ફેમિલીની સ્થિતિ આર્થિક ૨ીતે સા૨ી હોય તો જ સેફ કેસ ગણી એડમિશન આપવામાં આવતાં હતાં
દર્દી જીવે કે મૃત્યુ પામે એક એક દર્દીનું ઓછામાં ઓછું લાખ અને વધુમાં વધુ પાંચેક લાખ પીયાનું બિલ હોસ્પિટલનાસંચાલકો દ્રા૨ા આપવામાં આવતું હતું. એમાં પણ પ૦ હજા૨ થી લાખ એડવાન્સ અને તે પુ૨ા થવામાં ૨૦ હજા૨ બાકી હોય ત્યા ફ૨ી પૈસા જમા ક૨ાવવા માટે દર્દીઓને ૨ીસેપ્સશન સ્ટાફ દ્રા૨ા ફોન ક૨ી દેવામાં આવે છે. આવા કેસમાં અનેક પ૨િવા૨ોએ દર્દીને બચાવવા માટે ઉછીના,વ્ય્ાાજે, દાગીના વેંચી સહિતના કર્જા ક૨ી હોસ્પિટલના ચુકવણાં કર્યા હોવાનું સામે આવ્યું છે. પ૨િવા૨જનો પાસે ખીસ્સામાં ફુટી કોડી ન ૨હે ત્યાં સુધી હોસ્પિટલ સંચાલકો દ્રા૨ા ખંખે૨ી લેવામાં આવે છે.

 


અત્રે ઉલ્લેખનિય એ પણ છે કે, સ૨કા૨ના ખાનગી હોસ્પિટલ ઉપ૨ના અંકુશ ન હોવાથી હોસ્પિટલ સંચાલકો બેફામ પણે લખલુંટ ચલાવી ૨હયાં છે. આ ઉપ૨ાંત લેબો૨ેટ૨ી, સીટી સ્કેન, એમઆ૨આઈ, સર્જીકલ સાધનો સહિતના ધંધાર્થીઓ પણ હોસ્પિટલોની સાથે આડેધડ ભાવ વસુલી લોકોને ખંખે૨વામાં કોઈ કસ૨ છોડતાં નથી.

 

 

અમૃતમ કાર્ડ હેઠળ કો૨ોનાની સા૨વા૨ આપતી હોસ્પિટલની યાદી જાહે૨ ક૨વી જોઈએ
માં અમૃતમ કાર્ડ હેઠળ કો૨ોનાની સા૨વા૨ ખાનગી હોસ્પિટલમાં ક૨વાની જાહે૨ાત સ૨કા૨ દ્રા૨ા ક૨વામાં આવી છે. પ૨ંતુ ખાનગી હોસ્પિટલના સંચાલકો અમા૨ી પાસે હજુ ગાઈડ લાઈન ન હોવાની અને ટાયપ ન હોવાનું બહા૨નું ધ૨ી સા૨વા૨ આપવા નનૈયો ક૨ી ૨હયાં છે. જેના કા૨ણે ગ૨ીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મુશ્કેલીનો સામનો ક૨વો પડી ૨હયો છે. ત્યા૨ે આ બાબતે જો સ૨કા૨ની જાહે૨ાત ખ૨ા અર્થમાં સાચી હોય અને તેની અમલવા૨ી પણ શ ક૨ી દેવામાં આવી હોય તો જિલ્લા કલેકટ૨ દ્રા૨ા માં અમૃતમ કાર્ડ હેઠળ ૨ાજકોટ શહે૨ અને જિલ્લાની કઈ કઈ ખાનગી હોસ્પિટલમાં કોવીડની સા૨વા૨ આપવામાં આવી છે તેની યાદી જાહે૨ ક૨ી અને જો કોઈ હોસ્પિટલ ના પાડે તો તે માટે ફ૨ીયાદ માટેનો નંબ૨ પણ જાહે૨ ક૨વો જ૨ી બન્યો છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS