ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરવા સામે અસહમતિ વ્યક્ત કરાઈ ; વિવાદિત પોસ્ટને ઇન્ડીયન રીચથી હટાવાઈ
હાલમાં કેન્દ્ર સરકારે કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ સામે કાર્યવાહી કરવા માટે એક્સ (અગાઉ ટ્વિટર)ને કાર્યવાહી કરવા માટે નોટીસ મોકલી હતી. જેમાં દાવો કરાયો હતો કે આ એકાઉન્ટ અને પોસ્ટ કદાચિત દંડ અને સજાને પાત્ર હોઈ શકે છે અને લોકોમાં તણાવ વધારી શકે છે એટલા માટે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે. કેન્દ્રના આ આદેશ સામે એક્સએ નારાજગીની સાથે અસહમતિ વ્યક્ત કરી છ. જો કે છેવટે આદેશનું પાલન કરતાં ઘણાં યૂઝર્સના એકાઉન્ટ અને પોસ્ટને ઇન્ડીયન રીચથી હટાવી દીધા છે.
પોસ્ટ અને અકાઉન્ટ પર આ રીતે કાર્યવાહી મામલે એક્સ દ્વારા જણાવાયું કે અમે સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરી છે, જે અંગે યુઝર્સને પણ જાણ કરી દેવામાં આવી છે. જોકે અમે આ પ્રકારની કાર્યવાહીથી અસહમત છીએ અને આ પ્રકારની પોસ્ટને પણ વાણી સ્વતંત્રતાનો અધિકાર પ્રાપ્ત થવો જોઈએ. અમે અમારા વલણ પર અડગ છીએ અને ભારત સરકારના બ્લૉક કરવાના આદેશો પર રિટ અપીલ બાકી છે. અમે અમારી નીતિ અનુસાર જે યૂઝર્સ સામે કાર્યવાહી કરાઈ છે તેમને જાણકારી આપી દીધી છે. કાનૂની અવરોધોને કારણે અમે એક્ઝિક્યૂટિવ આદેશને પસાર કરી શકતા નથી પરંતુ અમે પારદર્શકતાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં માનીએ છીએ.
અભિવ્યક્તિની આઝાદીનો હવાલો આપી ઈલોન મસ્કની કંપનીએ સ્પષ્ટતા કરીકે, "કેન્દ્ર સરકારના આદેશને અનુસરીને, કંપની ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને બ્લોક કરી રહી છે. આ પ્રકારની કાર્યવાહીઓ કરવા માટે અમે અસહમત છીએ. અમારું માનવું છે કે અભિવ્યક્તિની આઝાદી આ પ્રકારની પોસ્ટ્સ સુધી લંબાવવી જોઈએ."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech