પ્લાઝમા થેરપીને લઈને સંશોધકોને જોવા મળ્યું આશાનું કિરણ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કૉવેન્સલેટ પલાઝમાં થેરપી કોરોનાવાયરસથી પિડીત ગંભીર દર્દીઓને કરવા માટે કેટલી કારગત નીવડી રહી નથી જેટલી તેના પર સંપૂર્ણ વિશ્વને આશા હતી. એક નવા અભ્યાસમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીનના સંશોધનકર્તાઓએ ગંભીર રીતે પીડિત દર્દીઓને ચેક કરવા માટે પ્લાઝમા થેરપીનો સાચી રીતે ઉપયોગ કર્યો નથી.


ચાઈનીઝ એકેડમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજના સંશોધકોએ જણાવ્યું છે કે પ્લાઝમા થેરાપીના કારણે નાના દર્દીઓનો મૃત્યુદર ઘટવામાં જોઈએ તેટલો ફરક પડયો નથી.


સંશોધકોએ જણાવ્યું છે કે જે દર્દીઓ સામાન્ય પદ્ધતિથી સારવાર કરાવી રહ્યા હતા તેમની રિકવરીનો દરકે મૃત્યુદર પ્લાઝમા થેરપીના સાથે સરખામણી કરતા દર્દીઓ સાથે કરવામાં આવતા વધારે ફરક જોવા મળ્યો નથી પરંતુ બીજી અન્ય એક સારી ખબર પણ છે.


28 દિવસ સુધી સંશોધકોએ આ અભ્યાસ કર્યા બાદ ચીનમાં એ બાબત પર નિષ્કર્ષ આપ્યો છે કે પ્લાઝમા થેરપીના કારણે વધારે ગંભીર રીતે બિમાર કોરોના દર્દીઓને આઈસીયુમાં મોકલવા પડ્યા ન હતા. સાથે સાથે સામાન્ય સારવાર વાળા દર્દીઓ કરતા પાંચ દિવસ પહેલા હોસ્પિટલમાંથી સ્વસ્થ થઈ અને બહાર આવ્યા હતા.


ચીનના સંશોધકોએ જણાવ્યું છે કે પ્લાઝમા થેરપીથી સાજા થવા વાળા દર્દીઓની ટકાવારી 91 ટકા છે જ્યારે સામાન્ય સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ કરાવનાર દર્દીઓને સાજા થવાનો ટકાવારી 68 ટકા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS