પાલિતાણામાં ૩ કેસ સાથે ભાવનગરમાં ૩૮ કેસ નોંધાયા

  • September 16, 2020 09:20 AM 85 views

ભાવનગર જિલ્લામા ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસ ૩૫૬૦ થયા છે જ્યારે ૪૬ દર્દીઓ  કોરોનામુક્ત થતા હાલ ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જો કે આ આંકડો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેના છે.  જયારે રેપીડ ટેસ્ટના અને હોમ આઈસોલેશનના આંકડાઓ આમાં સામેલ નથી. 

ભાવનગર જિલ્લામા  ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના માલપર ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રામણકા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે  ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૭ અને તાલુકાઓના ૯ એમ કુલ ૪૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હાલ ૪૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૩,૦૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application