અઘોષિત લોકડાઉન ૧૦ દી' લંબાવાશે?

  • May 11, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ૮ મહાનગરો અને ૩૬ શહેરોમાં રાત્રિ કરયૂ ચાલી રહ્યો છે. જેની મુદ્દત આજે પૂર્ણ થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે કે કોરોનાના કેસોની સંખ્યામાં છેલ્લા કેટલાંક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં રાય સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હાલમાં કરયૂનો જે સમય છે તેને હજુ આગામી દસેક દિવસ યથાવત જાળવી રખાશે.

 


કરયૂના સમયમાં કોઈ વધારો કરવામાં આવે એવી પણ શકયતાઓ નથી. હાલમાં રાત્રિના ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરયૂ છે.
આજે ગાંધીનગરમાં સરકારની કોર કમિટીની બેઠક મળવાની છે અને તેમાં હાલના પ્રતિબંધો વધુ ૧૦ દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પણ સરકાર કોઈ જોખમ ઉઠાવવા માગતી નથી તેથી આ નિયંત્રણો લંબાવવાની શકયતા છે.

 


ગાંધીનગર, પાટણ, મહેસાણા, હિંમતનગર, પાલનપુર, અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, વિરમગામ, છોટાઉદેપુર, સુરત, ભચ, નવસારી, વલસાડ, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીધામ, ભુજ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વેરાવળ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૦૮થી સવારના ૦૬ વાગ્યા સુધી કોરોના કરયુ અને વધારાના નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.આ સિવાય ગુજરાત માટે એક મહંદઅંશે સારા સમાચાર મળી રહ્યા છે.
રાયમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના કેસની સંખ્યામાં ક્રમશ: ઘટાડો જોવા મળી રહ્યો છે.  
વિજય પાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યેા છે ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીના નિવાસ્થાને કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS