વર્ષ 2023 બોલિવૂડના દેઓલ પરિવારના નામે રહ્યું હતું. ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલે સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી ફિલ્મ રસિકોને મનોરંજનનો ડોઝ આપનવામાં કસર છોડી નહોતી. જીહા, ધર્મેન્દ્રની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, સની દેઓલની ગદર 2 અને બોબી દેઓલની ‘એનિમલ’ સહિતની ફિલ્મોએ ફિલ્મી પડદે રાજ કર્યું. વાત કરવામાં આવે ગદર-2ની તો, તો 22 વર્ષ બાદ ગદરની સિકવલ બનાવવામાં આવી હતી. જેને ફિલ્મ ગદરની માફક જ સારો એવો રિસ્પોન્સ મળ્યો, અમિષા પટેલ અને સની દેઓલની જોડીએ ફરી કમાલ કરી બતાવી. આ મુવીનું બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કલેકશન પણ થયું હતું. ત્યારે હવે મનોરંજન રસિયાઓ માટે સમાચાર કે છે કે ગદર-2ની સિકવલ કન્ફર્મ થઇ ગઇ છે.
જીહા, ગદર-2ની સફળતા બાદ તેની સિકવલ કરવા અંગે ખૂદ ફિલ્મના નિર્દેશક અનિલ શર્માએ પણ એક ઇન્ટરવ્યુમાં આ વાતની પુષ્ટિ કરી હતી. એક અહેવાલ મુજબ સની દેઓલ અને અનિલ શર્માએ સ્ક્રિપ્ટ વિશે વાત કરી છે. આ માટે બંનેએ ડોક્યુમેન્ટેશનનું કામ પણ પૂરું કર્યું છે.
અહેવાલનું માનીએ તો 'ગદર-3'ની વાર્તા પણ પહેલી બે ફિલ્મોની જેમ ભારત-પાકિસ્તાન પર આધારિત હશે. જોકે, નિર્માતાઓએ દાવો કર્યો છે કે આ ફિલ્મ પહેલી બે ફિલ્મોથી તદ્દન અલગ હશે. આમાં પહેલા એક્શન અને ઈમોશનથી ભરેલી સ્ટોરી જોવા મળશે. નિર્માતાએ કહ્યું હતું કે, જો બધું બરાબર રહેશે તો 'ગદર-3'નું શૂટિંગ 2025માં શરૂ થશે. જોકે હાલ તો અનિલ શર્મા પોતાની નવી ફિલ્મ 'જર્ની'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેનો પુત્ર અને અભિનેતા ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ઉત્કર્ષે 'ગદર' અને 'ગદર 2'માં સની દેઓલના પુત્ર જીતેનું પાત્ર ભજવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંઇક મોટું થવાનું છે... આર્મી ચીફને મળ્યા બાદ રાજનાથ સિંહની પીએમ મોદી સાથે મુલાકાત
April 28, 2025 02:34 PMજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech