મનપામાં વિપક્ષી નેતા પદ અપાશે કે નહીં? ટોક ઓફ ધ ટાઉન

  • March 03, 2021 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 18 વોર્ડની 72 બેઠકોમાંથી 68 બેઠકોની જંગી બહમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ સતા ફરી હસ્તગત કરી છે અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ફાળે ફકત 4 બેઠકો આવી છે. આ પરિસ્થિતિમાં ભાજપના શાસકો કોંગ્રેસને વિપક્ષી નેતા પદ આપશે કે નહીં? તે બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે. ભૂતકાળમાં 2000થી 2005ની ટર્મમાં મહાપાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું હતું ત્યારે કોંગ્રેસે રાજકીય કિન્નાખોરી દાખવીને તત્કાલિન સમયે વિપક્ષમાં રહેલા ભાજપ્ને સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્ય પદ પણ આપ્યું ન હતું. આથી આ રાજકીય કિન્નાખોરીનો બદલો લેવા માટે ભાજપ્ના સત્તાધિશો કોંગ્રેસીઓને વિપક્ષી નેતા પદ આપશે કે નહીં તે બાબત ચચર્નિી એરણે ચડી ગઈ છે.

 


લોકસભામાં કોંગ્રેસની જેવી સ્થિતિ થઈ છે તેવી જ સ્થિતિ અલબત તેનાથી પણ વધુ બદત્તર સ્થિતિ રાજકોટ મહાપાલિકામાં થઈ છે. સંસદના નિયમો અનુસાર જે પક્ષને કુલ બેઠકોના 10 ટકા બેઠકો મળી હોય તે પક્ષ જ વિપક્ષી નેતા પદ માટે દાવો કરી શકે. જો કોઈ પક્ષને 10 ટકા બેઠક ન મળી હોય તો તેઓ એલાયન્સ રચીને વિપક્ષી નેતા પદ માટે દાવેદારી કરી શકે છે. જો કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ નિયમ લાગુ પડતો નથી પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાધિશોને વિવેકબુધ્ધિને આધિન વિશાળ સતાઓ આપવામાં આવી છે આથી તેઓ ઈચ્છે તો વિપક્ષી નેતા પદ આપી શકે છે અને ન ઈચ્છે તો તે બાબત તેમની મુનસફી પર નિર્ધિરિત રહે છે. હજુ સુધી રાજકોટ મહાપાલિકામાં વિપક્ષે વિપક્ષી નેતા પદ માટેનો દાવો કર્યો નથી પરંતુ જયારે દાવો રજુ કરશે ત્યારે શું થશે? તેના પર શહેરીજનોની મીટ છે.

 

 


વિપક્ષ કોંગ્રેસમાં હાલ ફકત 4 કોર્પોરેટર ચૂંટાયા છે જેમાં વશરામ સાગઠિયા, મકબુલ દાઉદાણી, ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી અને કોમલબેન હરેશભાઈ ભારાઈનો સમાવેશ થાય છે. આ ચારમાંથી કોઈ એક વિપક્ષી નેતા બનશે અને ચારમાં સૌથી વધુ સિનિયર બે ટર્મ ચૂંટાયેલા કોર્પોરેટર વશરામ સાગઠિયા છે તેઓ 2010થી 2015ની ટર્મમાં એક વર્ષ વિપક્ષી નેતા રહી ચુકયા હતા ત્યારબાદ 2015થી 2020 સુધી સળંગ પાંચ વર્ષ વિપક્ષી નેતા રહ્યા હતા. મકબુલ દાઉદાણીની આ બીજી ટર્મ છે.

 

 

જયારે ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીની આ ત્રીજી ટર્મ છે. જયારે કોમલબેન હરેશભાઈ ભારાઈ પ્રથમવાર ચૂંટાયા છે. વિપક્ષી નેતાને ચેમ્બર, કાયર્લિય, સત્તાવાર કાર સહિતની સુવિધાઓ મળતી હોય છે તેમજ પ્રોટોકોલ અનુસાર તમામ નિમંત્રણ કાર્ડમાં તેમનું નામ પ્રસિધ્ધ થાય છે. પદ પ્રભારના વિશેષાધિકાર સ્વપે તેમને અન્ય કરતા વધુ રકમની ગ્રાન્ટ પણ મળે છે.

 


બીજીબાજુ ભાજપ્ના રાજકીય વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વિપક્ષી નેતા પદ આપવું કે નહીં તે અંગેનો નિર્ણય આગામી દિવસોમાં લેવાશે. લોકશાહી જળવાઈ રહે અને રાષ્ટ્રવાદ જીવંત રહે તેવો નિર્ણય લેવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. ભૂતકાળમાં કોંગ્રેસે જેવી કિન્નાખોરી ભાજપ સાથે રાખી હતી તેવી કિન્નાખોરી રાખવાના બદલે રાજકીય ઉદારતા દાખવવાની દિશામાં પક્ષીયસ્તરે ચચર્િ ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS